ગરબા Pix: વડોદરામાં નવરાત્રિનો રંગ હજી ઊતર્યો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: નવરાત્રિ બાદ ક્લબના ગરબામાં યુવતીઓ ગરબે ઘૂમતી નજરે પડે છે)
વડોદરા: માં આદ્યશક્તિનું પર્વ નવરાત્રી પૂર્ણ થઇ ગઈ છે, તેમ છતાં પણ વડોદરા શહેરમાં નવરાત્રિનો રંગ હજી ઉતર્યો નથી. અને વડોદરા શહેરના નવરાત્રિ બાદ હજી પણ નવરાત્રિના ગરબા થઇ રહ્યા છે. વડોદરાના બરોડા મેનેજમેન્ટ અેસોસિયેશન દ્વારા શેરખી પાસેની પ્રેસિડન્સી ક્લબમાં નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં ઓફિસ સ્ટાફ તેમજ શુભેચ્છકો ગરબે રમ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં નવરાત્રિ બાદ શરદ પૂનમ સુધી અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને જેમાં વડોદરાવાસીઓ આ ગરબામાં મન મુકીને ગરબે ઘૂમે છે.
વડોદરામાં નવરાત્રિ બાદ પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.
તસવીરો: રણજીત સુર્વે, વડોદરા