• Gujarati News
  • Adadara Marketyard New Stores Auction Postponed Latest News

અડાદરા માર્કેટયાર્ડની નવી દુકાનોની હરાજી મોકૂફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-11 જેટલી દુકાનોની અપસેટ વેલ્યુ કરતાં કિંમત વધુ હોવાને લઇને સ્થાનિક ઇચ્છુકોએ વિરોધ કર્યો
-માર્કેટયાર્ડની નવી દુકાનોની હરાજી શુક્રવારે થવાની હતી

કાલોલ:કાલોલ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સબયાર્ડ ગણાતા અડાદરા સ્થિત માર્કેટયાર્ડની નવી દુકાનોની શુક્રવારે થવાની હરાજી સમિતિને મોકૂફ રાખવી પડી હતી. જોકે 11 જેટલી દુકાનોની અપસેટ વેલ્યુ કરતાં કિંમત વધુ હોવાથી સ્થાનિકોએ વિરોધ નેાંધાવ્યો હતો.
કાલોલ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવી બનાવેલી 11 જેટલી દુકાનો માટેની જાહેર હરાજી તા.10 એપ્રિલને શુક્રવારે અડાદરા માર્કેટિંગ યાર્ડમાં જ રાખવામાં આવી હતી. આ દુકાનોની હરાજીના ધારાધોરણ મુજબ નિયત સમય મર્યાદમાં લગભગ 21 જેટલા ધારકોએ રૂ.5 હજાર જેટલી ડિપોઝિટની રકમ જમા કરાવી હતી. સમિતિ દ્વારા અગાઉ આ દુકાનેની અપસેટ કિંમત દુકાનદીઠ રૂ.4 લાખ ઠેરવી હતી. પરંતુ હરાજીના દિવસે ઇચ્છુકો દ્વારા અપસેટ કિંમત ઉંચી હોવાનો વિરોધ થતા છેવટે દુકાનોની હરાજી મોકૂફ રાખવી પડી હતી.
હરાજીમાં ભાગ લેનારા ઇચ્છુકોના જણાવ્યા અનુસાર 20 બાય 10ની એક દુકાન દીઠ અપસેટ કિંમત વધારે હોઇ તેનો વિરોધ દર્શાવતાં સમિતિને આ હરાજી મોકુફ રાખવાની ફરજ પડી હતી. ઉપરોકત સમગ્ર ઘટના ઉપક્રમે કાલોલ બજાર સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે તમામ બાબતો સાથે બોર્ડની સમિતિમાં પુન: ચર્ચા વિચારણા કરી અાગામી હરાજી અંગે નવી કિંમત અને નવી તારીખ નકકી કરવામાં આવશે.
પંચાયત દ્વારા નોટિસની બજવણી કરાશે
અડાદરામાં બનાવવામા આવેલી માર્કેટીંગ યાર્ડની નવી દુકાનો અંગે સમિતિ દ્વારા અડાદરા ગ્રામ પંચાયત પાસે કોઇપણ મંજુરી લીધેલ નથી. જેથી ટુંક સમયમાં આ પંચાયત દ્વારા નોટીસની બજવણી કરવામાં આવશે.-રીટાબેન જાવદ, સરપંચ અડાદરા

જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
આ અંગે આગામી બજાર સમિતિ બોર્ડની મીટીંગમાં કિંમત અને વિરોધના વ્યાજબી કારણની જરુરી ચર્ચા કરી હરાજીનો દિવસ નકકી કરવામાં આવશે. સમગ્ર બાંધકામ અંગે માટે પ્રક્રિયા હાથ ધરેલ છે. -વિરેન્દ્રસિંહ ચૌહાણ, ચેરમેન, સમિતિ

દુકાન લેવા ઇચ્છુકોએ આ વિરોધ દર્શાવ્યો
અડાદરા માર્કેટિંગ યાર્ડના વીસ બાય દસની દુકાન દીઠ અપસેટ કિંમત ચાર લાખ જેટલી વધારે ઉંચી લાગતી હોઇ દુકાન લેવા ઇચ્છુકોએ આ વિરોધ દર્શાવ્યો હતો. જે ગેરવાજબી છે. -જયપાલસિંહ રાઠોડ, હરાજીમાં ભાગ લેનાર