• Gujarati News
  • According To The Size Of The Verification. 16 Thousand Crore Of Land locked

માપનું વેરિફિકેશન ન થતાં રૂ. 16 હજાર કરોડની જમીનો અટવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસ્વીરો ફાઇલ)
- માપનું વેરિફિકેશન ન થતાં રૂ. 16 હજાર કરોડની જમીનો અટવાઈ
- જિલ્લા જમીન નિરીક્ષક કચેરીના કારણે વુડાની ટીપી સ્કીમો અટવાઈ
- બે વર્ષથી માપણી વેરિફિકેશન માટે મોકલેલી સ્કીમ પરત નથી આવી

વડોદરા : જિલ્લા જમીન નિરીક્ષક કચેરીના કારણે વુડાની મહત્ત્વની કહેવાય તેવી ટીપી સ્કીમો અટવાઈ પડી છે. ડીઆઇએલઆર દ્વારા સમયસર માપણીનું વેરિફિકેશન ન થતાં આશરે રૂા. 16 હજાર કરોડ રૂપિયાની જમીનનો વકિાસ અટવાઈ ગયો છે. વુડા દ્વારા બે વર્ષથી મોકલવામાં આવેલી આ ટીપી સ્કીમમાં નોલેજ ટાઉનશિપ અને હેલ્થ નોડની મહત્ત્વપૂર્ણ ટીપી સ્કીમનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે કોઈ પણ ટીપી સ્કીમની જાહેરાત થતાં પૂર્વે સંબંધિત સ્થાનકિ સ્વરાજની સંસ્થા એટલે કે સેવાસદન કે વુડા જિલ્લા જમીન નિરીક્ષક (ડીઆઇએલઆર) પાસેથી જમીનની માપણી કરાવતી હોય છે. જે આધારે ટીપી સ્કીમના નકશા તૈયાર થતા્ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જિલ્લા જમીન નિરીક્ષકની કચેરીમાં સ્ટાફ ઓછો હોઈ માપણી ખાનગી એજન્સી પાસે કરાવી ડીઆઇએલઆર પાસેથી માત્ર ચકાસણી કરાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી.

પરંતુ માપણી કર્યા વગર ખાનગી એજન્સીએ કરેલી માપણીની રેકોર્ડ સાથે ચકાસણી કરવામાં પણ ડીઆઇએલઆરમાં વિલંબીત થઈ રહ્યું છે. વુડા દ્વારા નોલેજ ટાઉનશિપની 2 હજાર હેક્ટર અને કલાલી હેલ્થ નોડની 250 હેક્ટર જમીનની ટીપી સ્કીમની માપણી માટે એક વર્ષથી ડીઆઇએલઆરને મોકલી છે પરંતુ હજી સુધી તેનો જવાબ આવ્યો નથી.

આ ઉપરાંત બીલ-ચાપડની 1 હજાર હેક્ટરની રહેણાક ઝોનની ટીપી સ્કીમ 2 વર્ષથી ચકાસણી માટે મોકલી છે તેનો પણ હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. જેના કારણે અંદાજે રૂા. 16 કરોડની બજાર કિંમતની 3250 લાખ ચોરસ ફૂટ જમીનનો વકિાસ અટકી ગયો હોવાનું સામે આવ્યું છે.
6 હજાર હેક્ટર વેઇટિંગમાં છે!
વડોદરા. વુડા દ્વારા ટીપી સ્કીમ ઝડપથી પૂરી કરવા માટેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સેવાસી, ખાનપુર, રતનપુર, કેલનપુર, તરસાલી, મુઝરગામડી તથા તેની આસપાસના રહેણાક ઝોનના વિસ્તારમાં જુદી જુદી કુલ 6 હજાર હેકટર જમીનની માપણી પૂરી કરવામાં આવી છે.
પરંતુ જૂની માપણીનું વેરિફિકેશન ન થતું હોઈ વુડાએ આ માપણી પૂરી કરી આગળની કામગીરી સ્થગિત કરી દીધી છે. જો જિલ્લા જમીન નિરીક્ષકની કચેરી આ કામગીરી ઝડપથી પૂરી કરી શકે તો વધુ ટીપી સ્કીમો તૈયાર કરી કરોડો રૂપિયાની જમીન વકિાસ માટે છૂટી થઈ શકે તેમ છે.
વાંચોઆગળ, પૈસા પણ એડવાન્સ લઇ લીધા હોવાનો દાવો, સ્ટાફનાં અભાવે કામગીરી અટકી, માપણીની રાહ જોવાઇ રહી છે, રાજ્ય સરકારનો હસ્તક્ષેપ જરૂરી ....