વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે ૧૯પ૬ના કાયદા મુજબ જમીન સંપાદનનો વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ખેડૂતો તા.૨૭ માર્ચે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપશે
-જૂના કાયદા મુજબ વળતર ચૂકવવાનું જાહેરનામું તાકીદે રદ કરવા રજૂઆત થશે

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે હાઇવે એક્ટ-૧૯પ૬ મુજબ જમીન સંપાદન કરવા સામે ૩૧ ગામના ખેડૂતોમાં વિરોધ ભભૂકી ઊઠયો છે. ખેડૂતો દ્વારા આગામી તા.૨૭ માર્ચે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના ઉપક્રમે ૧૯પ૬ ના જૂના કાયદા મુજબ વળતર ચૂકવવાનું જાહેરનામું તાકીદે રદ કરવા અને રિહેબિલેશન રિસેટલમેન્ટ એક્ટ-૨૦૧૩ મુજબ વળતરની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાના કાર્યક્રમની જાહેરાત થઇ હતી.

સોમવારે બીલ ગામ ખાતે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે વડોદરા જિલ્લાનાં ૩૧ ગામોના ખેડૂતોની જમીન સામે ચૂકવવામાં આવનાર જૂના કાયદા મુજબ વળતરને કારણે થનારા આર્થિ‌ક નુકસાનના મુદ્દે ચર્ચા-વિચારણા કરવા ખેડૂતોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંદાજે પ૦૦ જેટલાં ખેડૂતોએ ભાગ લીધો હતો.ખેડૂતોની બેઠકને સંબોધન કરતાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલક હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયોથી અન્યાય થઇ રહ્યો છે.

રેલવેની ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજના માટે જમીન સંપાદન કરાઇ છે. હવે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કરાશે. ત્યારબાદ ભવિષ્યમાં બુલેટ ટ્રેન માટે પણ જમીન સંપાદન થશે. આ ત્રણે યોજનાઓ માટે ૬૦૦ મીટરના રિઝર્વ પટ્ટામાં નાખવાની તજવીજ ચાલી રહી છે.બેઠકમાં જણાવાયું હતું કે, એક તરફ રાજ્ય સરકાર ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ વે તેમજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ની જમીન સંપાદનની કાર્યવાહી જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ પ્રમાણે કર્યો છે.

જ્યારે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટેની જમીન હાઇવે એક્ટ-૧૯પ૬ મુજબ કરી ગુજરાતના ખેડૂતોને આર્થિ‌ક નુકસાનની સાથે અન્યાય કરી રહી છે.બેઠકમાં ભાગ લેનારા ખેડૂતોએ જમીન સંપાદનનું વળતર જમીન સંપાદન અધિનિયમ રિહેબિલેશન રિસેટલમેન્ટ એક્ટ-૨૦૧૩ મુજબ આપવાનું જાહેર કરવા, નહીં તો યોજના પડતી મૂકવાની માગણી કરી હતી. ખેડૂતો દ્વારા તેમની માગણી માટે તા.૨૭ માર્ચે વડોદરામાં બદામડી બાગથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપશે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...