વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર સ્કૂલ વાને લારીવાળાને ટક્કર મારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં અકસ્માત થતાં બાળકો રડી પડયા હતા )
VIP રોડ પર સ્કૂલવાન લારીમાં ભટકાઇ : ૧૨થી વધુ બાળકોનો બચાવ
સ્કૂલવાનની ટકકરે લારી ફંગોળાઇ બાળકોને બીજી વાનમાં રવાના કરાયાં


વડોદરા: સ્કૂલ વરદી વાનમાં નિયમ કરતાં અનેકગણાં નાનાં ભૂલકાં(વિદ્યાર્થી)બેસાડાતા હોવા છતાં છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સુરક્ષા સામે પ્રશ્રાર્થ સર્જા‍યો છે. પોલીસ એક દિવસ ફતવો બહાર પાડી દે છે જેનો રોજ ભંગ થતો રહે છે. બુધવારે બપોરે એરપોર્ટ સર્કલ પાસે જ એક સ્કૂલ વરદી વાન ચાલકે લારીને ટક્કર મારતાં અકસ્માત સર્જા‍યો હતો. જો કે વાનમાં બેઠેલાં ૧૨ થી ૧૩ બાળકોનો આબાદ બચાવ થયો હતો. કેટલાક સ્થાનિક લોકોએ જ વાન ચાલકને મદદ કરીને રડતાં બાળકોને અન્ય વાનમાં બેસાડીને રવાના કર્યા હતા.

બુધવારે બપોરે બ્રાઇટ ડે સ્કૂલનાં ૧૨ થી ૧૩ જેટલાં વિદ્યાર્થીઓને લઇને એક સ્કૂલ વરદી વાનનો ચાલક એરપોર્ટ સર્કલ પાસેથી પુર ઝડપે પસાર થઇ રહ્યો હતો તે સમયે તેણે એક લારીવાળાને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે વાનમાં બેઠેલાં બાળકોની દરકાર લેવાના બદલે વાનના ચાલકે લારીવાળાનો જ ઉધડો લીધો હતો. દરમિયાનમાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે બાળકોને મદદ કરવાના બદલે લારીવાળાને ખખડાવી સ્થળ પરથી રવાના કરી દીધો હતો અને વાન ચાલક પણ રડતાં બાળકોને અન્ય વાનમાં બેસાડીને રવાના થઇ ગયો હતો. જો કે આ બનાવને પગલે સ્કૂલવાનમાં બાળકોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભો થયો છે.

દરઠ પરમિશન જ આપતી નથી
સ્કૂલ વાનની પરમિશન આપવાનું કામ આર.ટી.ઓ. નું છે. પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરાય છે. બે મહિ‌ના પહેલાં જ ૧૦૦થી વધુ સ્કૂલ વરદી વાન સામે કડક કાર્યવાહી કરાઇહતી. જોકે, આર.ટી.ઓ. દ્વારા સ્કૂલ વાનને મંજૂરી અપાતી ન હોવાથી વાહનોનાં રજિસ્ટ્રેશન થતાં નથી. આજના બનાવની જાણકારી નથી, પરંતુ તપાસ કરીને કાર્યવાહી કરાશે. - સજ્જનસિંહ પરમાર, એસીપી ટ્રાફિક

વધુ તસવીરો અને વિગત વાંચવા આગળ ક્લિક કરો...
તસવીરો: પ્રણય શાહ, વડોદરા