ડોર ટુ ડોર: નાણાંનો થાય છે કચરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કચરાનું કલેકશન થતું નથી છતાં પેમેન્ટ નિયમિત થઇ જ જાય છે
-તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા અને તેના કારણે રોગચાળાનો માહોલ
-કર ઉઘરાવવામાં શૂરા સેવાસદનના સત્તાધીશોની કોન્ટ્રાક્ટર પર અમી નજર

શહેરીજનો રોગચાળાનો ભોગ ન બને અને તેમને સ્વચ્છતા સાથેનું રહેઠાણ મળે તે માટે શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમનો ઉમદા હેતું હતો અને તે માટે શહેરીજનોના ગજવામાંથી ઉઘરાવેલા કરની મોટી રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટર્સ રીઢા બની ગયા છે કે કચરો ઉઘરાવતા નથી અને શહેરીજનો ગંદકીમાં સબડી રહ્યા છે.

શહેરમાં દિવાળીના તહેવારમાં જ ડોર ટુ ડોર કચરા કલેકશનની ઘોંચમાં પડેલી સિસ્ટમના કારણે ડોર ટુ ડોરની કામગીરી ઉપર માછલા ધોવાઇ રહ્યા છે અને તેના કારણે તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા થતા રોગચાળાનો માહોલ ઉભો થયો છે.શહેરીજનોના ઘરોમાંથી ઘરગથ્થુ ૩પ૦ થી ૪૦૦ મે.ટન કચરો નીકળતો હોય છે ત્યારે આ કચરાનુ કલેકશન ઘરેથી થાય અને તે રસ્તા ઉપર ગંદકી ફેલાવે નહીં તે ઉદ્દેશથી ડોર ટુ ડોરનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

પરંતુ, શહેરમાં લાંબા સમયથી ડોર ટુ ડોરની કામગીરી સદંતર નિષ્ફળ નિવડી છે અને ખાસ કરીને ગૃહીણીઓ માટે ઘરમાંથી કચરો કયાં ફેંકવો તેવી પેચીદી સમસ્યા ઉભી થઇ છે. દિવાળીના તહેવારોમાં ઘરગથ્થુ કચરાની માત્રા વધતી હોય છે ત્યારે ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ ડોર ટુ ડોરની કામગીરીમાં પંચર પડી ગયુ છે. આ સંજોગોમાં, અનિયમિત ડોર ટુ ડોરની કામગીરીના પરિણામે શહેરમાં રસ્તા ઉપર ગંદકીની માત્રા વધી રહી છે અને તેનો ભોગ શહેરીજનોને બનવુ પડી રહ્યુ છે.

સુપરવીઝનના અભાવે ડોર ટુ ડોરની કામગીરી ઘોંચમાં પડી છે અને તેની સામે શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માત્ર વેરા વધારવામાં શુરા સેવાસદનના સત્તાધીશોના ડોર ટુ ડોરના વાહનોના કોન્ટ્રાકટરને વાહનો વધારવામાં કે કામગીરી કરવામાં હજુ કડક વલણના અભાવ પાછળનુ કારણ શુ તેવો પણ સવાલ શહેરીજનોમાં ઉભો થયો છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...