• Gujarati News
  • પોલાર્ડ મુંબઇનો સુકાની બન્યો

પોલાર્ડ મુંબઇનો સુકાની બન્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલાર્ડ મુંબઇનો સુકાની બન્યો

રાયપુર|રોહિત શર્માના ઇજાગ્રસ્ત થયાં બાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમે વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે સુકાની બનાવ્યો છે. મુંબઇની ટીમ ચેમ્પિયન્સ લીગ ટૂર્નામેન્ટમાં લાહોર લાયન્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. સુકાની બન્યા બાદ પોલાર્ડે જણાવ્યું હતું કે રોહિતની ગેરહાજરીથી ટીમને ફટકો પહોંચશે પણ તે ટૂંક સમયમાં ફિટ થઇને મેદાનમાં પરત ફરે તેવી આશા છે. મુંબઇની ટીમના સુકાની બનવાનું સન્માન મળ્યું તેનો આનંદ છે.

પઠાણબંધુ ક્રિકેટ એકેડેમી સ્થાપશે

મુંબઈ|ભારતીય ક્રિકટે ટીમના ક્રિકેટર્સ યુસુફ અને ઇરફાન પઠાણે ગુરુવારે તેમની ક્રિકેટ એકેડેમી લોન્ચ કરી હતી. ક્રિકેટ એકેડેમીનો અાગામી મહિનાથી તેમના ગૃહનગર બરોડા ખાતે પ્રારંભ થશે. અંગે તેમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ એકેડેમી સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. ક્રિકેટની રમતનો િવકાસ કરવા માટે એડેકેમી સ્થાપવામાં આવશે. એકેડેમીના કોર્સમાં બે ભાગ હશે. પ્રથમ કોર્સ 8-9 અઠવાડિયા સુધીનો રહેશે. ટ્રેનિંગ લેનારા ક્રિકેટર્સ ત્યાર બાદ આગામી લેવલના કોર્સમાં પ્રવેશ મેળવશે.

4 ભારતીય માસ્ટર્સની પ્રિ-ક્વાર્ટરમાં

પાલેક્વાંગ|ભારતનાઅજય જયરામ, બી સાઇ પ્રણીત, એચ.એસ.પ્રણોય અને આનંદ પવાર ઇન્ડોનેશિયા માસ્ટપ્સ ગ્રાં પ્રિક્સ ગોલ્ડ બેડમિન્ટન ટૂ્ર્નામેન્ટની મેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. જયરામ અને પ્રણીત ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે. જયરામે સ્થાનિક ખેલાડી આલમસ્યાહ યુનુસને 13-21, 21-19, 21-16થી પરાજય આપ્યો હતો. પ્રણીતે મલેશિયાના કિંયા મંેગ તાનને 21-19, 18-21, 21-17થી હરાવ્યો હતો. પણોયે ઇન્ડોનેશિયાના મોહમ્મદ બાયુ પાંગિસ્તૂને 21-17, 25-27, 21-18થી હરાવ્યો હતો.

ન્યૂઝ ઇન બોક્સ

જાગૃતતા | મોટેરાસ્ટેડિયમ ખાતે ગુરુવારે બીસીસીઆઇ દ્વારા એન્ટી કરપ્શન યુનિટ તથા ડોપિંગ કન્ટ્રોલ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની અંડર-16, 19 તથા સિનિયરની વિવિધ ટીમોના ખેલાડીઓને એસીયુના કે. એસ. માધવન દ્વારા સટ્ટાબાજો તથા અજ્ઞાત શંકાસ્પદ વ્યક્તિઓથી કેવી રીતે દૂર રહેવા સહિત વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રતિબંધિત દવાઓથી બચવા તથા જરૂર પડે તો તેનો કેવી રીતે ઉપયોગ કરીને ડોપિંગથી બચી શકાય તે અંગે ડો. સાલ્વીએ મહત્વપૂર્ણ ટીપ્સ આપી હતી.

ડોિ