• Gujarati News
  • ટીપી ૧૩માં બે યુવકો પરિણીતાનું પર્સ ઝૂંટવી ફરાર

ટીપી-૧૩માં બે યુવકો પરિણીતાનું પર્સ ઝૂંટવી ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ટી.પી. ૧૩ વિસ્તારમાં આવેલી ડીંગડોંગ ચોકડી પાસે મંગળવારે રાત્રે નવ કલાકે પતિ સાથે એકિટવા પર ઘરે પરત ફરી રહેલી એક પરિણીતાના હાથમાંથી બાઇકચાલક બે અજાણ્યા યુવકોએ રોકડ રકમ ૧ હજાર મળી કુલ ૧૧ હજારની મતા સાથેનું પર્સ હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
છાણી ટી.પી. ૧૩ માં આશ્રય સોસાયટીમાં રહેતાં ભષ્માંગ નાગેશ આચાર્ય ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સાંજે તેઓ ખરીદી કરીને એકિટવા લઈ પોતાની પત્ની અને બાળક સાથે ઘર તરફ આવી રાા હતા. ટી.પી. ૧૩માં આવેલી ડીંગડોંગ ચોકડી પાસે બે યુવકોએ પાછળથી તેમનો પીછો કરીને પાછળ બેઠેલી તેમની પત્નીના હાથમાંથી રોકડ રકમ ૧ હજાર તેમજ સોનાની ચેઇન મળી કુલ ૧૧ હજારની મતા સાથેનું પર્સ ઝૂંટવી લીધું હતું. બંને અજાણ્યા યુવકો બાઇક પુરઝડપે ચલાવી ત્યાંથી ગોરવા બ્રિજ તરફ ફરાર થઈ ગયા હતા.