• Gujarati News
  • હોટલ મેનેજમેન્ટ કરતા ભોપાલના યુવકનું ટ્રેનમાંથી પડી જતાં મોત

હોટલ મેનેજમેન્ટ કરતા ભોપાલના યુવકનું ટ્રેનમાંથી પડી જતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની કોલેજમાં હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ભોપાલના એક આશાસ્પદ યુવકનું મંગળવારે મોડી રાત્રે વડોદરાના નવા યાર્ડ પાસે ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજયું છે.
બનાવની પ્રાપ્ત માહિતી એવી છે કે, મૂળ ભોપાલનો રહેવાસી રોહિત મનોજ દુબે (ઉ.વ. ૧૮) અમદાવાદની ખાનગી કોલેજમાં હોટલ મેનેજમેન્ટના કોર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા મનોજ દુબે ભોપાલની આઇટીઆઇમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. જન્માષ્ટમીના આગલા દિવસે તે ભોપાલથી ટ્રેનમાં નીકળ્યો હતો. દરમ્યાન વડોદરા પાસેના નવા યાર્ડ પાસે મોડી રાત્રે અઢી કલાકે તે ટ્રેનમાંથી પડી ગયો હતો. જેને કારણે તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે અહીં રાત્રે ફરજ બજાવતા રેલવે કર્મીઓ એકત્ર થઈ ગયા હતા. તેમણે રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી. હોટલ મેનેજમેન્ટ ઇન્સિસ્ટિટયુટ ઓફ ઇન્ડિયા-અમદાવાદમાં બોયસ હોસ્ટેલના વોર્ડન શૈલેન્દ્રજીના જણાવવા પ્રમાણે રોહિત ૧૯મીએ નિયમ મુજબ ગેટ પાસ કઢાવીને કેમ્પસમાંથી બહાર ગયો હતો. રોહિત વડોદરા ગયાની, તે કોને મળવા ગયો હતો તે સંબંધિ કે તેણે આત્મહત્યા કર્યા બાબતે કોઇ જાણકારી નથી.