• Gujarati News
  • ઇ ગુજકોપ યોજનામાં સાત જિલ્લામાં મહીસાગર મોખરે

ઇ ગુજકોપ યોજનામાં સાત જિલ્લામાં મહીસાગર મોખરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ પોલીસ મથકોની એફઆઇઆર તથા તમામ કામગીરી કોઇપણ વ્યકિત ઓનલાઇન જોઇ શકે તે માટે બનાવેલ ઇ ગુજકોપ યોજનામાં બરોડાના રેંજના સાત જિલ્લાઓમાં મહીસાગર જિલ્લાએ બાજી મારી છે.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયની પોલીસ કામગીરીને ઇન્ટરનેટના માઘ્યમથી પારદર્શક બનાવવા માટે ઇ ગુજકોપ યોજના અમલી બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતના તમામ પોલીસ મથકોને એફઆઇઆર ઇન્ટરનેટ પર એન્ટ્રી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી હતી. જે પૈકી બરોડા રેંજના ડીઆઇજી અનુપનસિંહ ગહલૌત દ્વારા રેંજના સાતેય જિલ્લાઓમાં પણ આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપી દેવાઇ હતી. જેમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તથા નોડલ અધિકારી ડીવાયએસપી એ.એલ.વાધેલાએ તેમના નેજા હેઠળ લાગતા વળગતા અધિકારી પોસઇ એચ.એન.પટેલ, પો.કો.પ્રકાશભાઇ તથા અન્ય લોક ર ાકોની ટીમ બનાવી આ કામગીરી આરંભી દેવાઇ હતી.
જે પૈકી સંતરામપુર પોલીસ મથકે કુલ ૯૦૩૪ ઇ ગુજકોપ એપ્લીકેશનની એન્ટ્રી કરી સમગ્ર બરોડા રેંજમાં પ્રથમ ક્રમની કામગીરી કરી હતી.