• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ.વડોદરા

ભાસ્કર ન્યૂઝ.વડોદરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
રેલવેના ખાનગીકરણનો વિરોધ અને વિવિધ પ્રશ્નો ઉકેલવાની માગ સાથે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા ડીઆરએમ કચેરી ખાતેે રેલી અને સભા યોજવામાં આવી હતી. રેલ કર્મચારીઓએ દેખાવો કરીને ઉગ્ર સૂત્રોરચાર કર્યા હતા અને રેલવેમાં શરૂ કરાયેલ ખાનગીકરણની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો.
ભારતીય રેલવેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરાઇ છે જેનો વિરોધ કરીને વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા બુધવારે વડોદરા ડીઆરએમ કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. રેલવે કર્મચારીઓએ ડીઆરએમ કચેરી ખાતે રેલી યોજી હતી અને ત્યાર બાદ સભા યોજાઇ હતી. સભાને સંબોધન કરતાં વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના મહામંત્રી જે.જી.માહુરકરે જણાવ્યું હતું કે તાજેતરમાં બલ્ગેરિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોટર્ ફેડરેશનમાં પણ ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે માહિતી આપતાં કાું કે એનએફઆઇઆરના મહામંત્રી એમ.રાઘવૈયાએ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં રેલવેના ખાનગીકરણનો વિરોધ કરતાં જણાવ્યુ હતુ કે ભારતીય રેલવેમાં ખાનગીકરણ કરવાથી રેલવેની રોજ સેવા લેતાં ૨૩ લાખ મુસાફરોની અગવડ વધશ,ે કારણ કે ખાનગી સેવા આપનાર સંસ્થાની કોઇ જવાબદારી હોતી નથી. રેલવેના ખાનગીકરણથી સલામતી પણ જોખમાશે. જે.જી .માહુરકરે વધુમાં જણાવ્યું કે, ભારતીય રેલમાં માનવરહિત રેલવે ફાટકો હોવાથી અકસ્માતો સર્જાઇ રાા છે અને અકસ્માતો રોકવાની કોઇ ટેકનોલોજી અત્યારે રેલવે પાસે નથી.
આ ઉપરાંત વડોદરા ડિવિઝનમાં ટ્રેકમેનોના પ્રમોશન માટેના ગ્રેડના હુકમોનો અમલ કરાયો નથી. અમદાવાદ અને મુંબઇ ડિવિઝનના રનિંગ સ્ટાફને ઉધના અને વટવા ખાતે રનિંગ રૂમની અવ્યવસ્થાના કારણે ઘણી તકલીફો પડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા બુધવારે વડોદરા ડીઆરએમ કચેરી ખાતે દેખાવો કરાયા હતા.
વિરોધ પ્રદર્શન
રેલવેના ખાનગીકરણના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના દેખાવો અને રેલી