• Gujarati News
  • બાઇક ટોઇંગ કરવાના મુદ્દે ટ્રાફિક શાખા પાસે ક્રેઇનના કર્મી પર હુમલો

બાઇક ટોઇંગ કરવાના મુદ્દે ટ્રાફિક શાખા પાસે ક્રેઇનના કર્મી પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગના મિડલ ગેટ પાસે યુનિ.ના વિધાર્થીની બાઇકને ટોઇંગ કરવાના મુદ્દે ૫ થી ૭ શખ્સોએ સયાજીગંજ ટ્રાફિક શાખા પાસે વાહન પાર્કિંગના સ્થળે જઇ ક્રેઇનના કર્મચારી પર હુમલો કરતાં ખળભળાટ મરયો હતો.ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં પોલીસે ૫થી ૭ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સિંધવાઇ માતા રોડની સરદાર સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય બંટી કલવંતસિંઘ પંજાબી ટ્રાફિક શાખામાં ક્રેઇન નં. ૩ પર ૩ વર્ષથી મજૂરીકામ કરે છે. બુધવારે સવારે ૧૧ કલાકે ક્રેઇન ૩ પર હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ, મજૂર રવિ, બબલુ, પપ્પુ અને બંટી ટ્રાફિકને અડચણ કરે તેવાં વાહનો ટોઇંગ કરવાની કામગીરીમાં નીકળ્યા હતા. બપોરે ૧.૩૦ કલાકે તેઓ કમાટીબાગના મિડલ ગેટ પાસે ટુ વ્હીલરના પાર્કિંગમાં પાર્ક કરેલાં વાહન પૈકી લોક ખુલ્લાં રાખ્યાં હોય તેવાં વાહનોની તપાસ કરતા હતા.
દરમિયાન એક મોટર સાઇકલનું લોક ખુલ્લું હોવાથી તેને ક્રેઇન પર ચઢાવી ટ્રાફિક ઓફિસ પર લઇ જતા હતા ત્યારે કાલાઘોડા નજીક બોલાચાલી કરનાર બાઇકચાલક તેમની સાથે સયાજીગંજ સ્થિત ટ્રાફિક શાખા પાસે પહોંરયો હતો. પોણા બે વાગ્યાના સુમારે તેઓ ટોઇંગ કરેલાં વાહનોના પાર્કિંગ સ્થળ પાસે બાઇક ઉતારી રાા હતા.એટલીવારમાં તેની સાથે ૫ થી ૭ શખ્સો ધસી જઇ તેમ કહી તેને અપશબ્દો ઉરચારી ગડદાપાટુનો માર માર્યોહતો. તેની સાથેના શખ્સોએ તેના માથામાં પથ્થર મારતાં ઇજા પહોંચી હતી. ટ્રાફિક શાખાની સામે ક્રેઇનના કાર્મચારી પર હુમલાના પગલે ટ્રાફિક એસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. બંટીએ ફરિયાદ નોંધાવતાં સયાજીગંજ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રેઇનના કર્મચારી અને પોલીસ કર્મચારીઓ સામે બાઇક ચાલકે આ ોપ કર્યા હતા. જોકે, મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ થઇ ન હતી. પીઆઇ એચ.આર.બલોચને પૂછતાં બાઇકચાલક રિયાઝ મુખતાર અહેમદ શેખ ફતેપુરાનો અને મ.સ. યુનિ.માં અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું.
બાઇક ટોઇંગ કરવાના મામલે ૫-૭ લોકોએ મારતા ઇજાગ્રસ્ત થયેલો કર્મચારી. જયારે બીજી તસવીરમાં વિધાર્થીના પિતા.