• Gujarati News
  • વડોદરા લોકસભાની ચૂંટણીમાં જયંત બોસ્કી ઝંપલાવશે

વડોદરા લોકસભાની ચૂંટણીમાં જયંત બોસ્કી ઝંપલાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને એનસીપી વરચે મહદ અંશે બેઠકોની સમજૂતી થતી રહી છે. પરંતુ રાજયની નવ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે ૧૩મી સપ્ટેમ્બરે યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે આ બંને પ ાો વરચે ભંગાણ સ્પષ્ટ થયું છે અને એનસીપીના પ્રદેશ પ્રમુખ તથા ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કીએ હવે વડોદરાની લોકસભા બેઠકની ચૂંટણી માટે ઝંપલાવવાનું નક્કી કર્યું છે. આ અંગે એનસીપીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, કોંગ્રેસ સાથે સમાધાન થાય તેવી શકયતા નથી અને એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારના પત્ની વડોદરાના હોવાનાં કારણે તેમના વડોદરા સાથેના ઘનિષ્ઠ સંબંધોને ઘ્યાને લેતાં અહીં એનસીપીના વિજયની વધુ શકયતાને જોતાં જયંત બોસ્કીએ પોતે અહીંથી લડવાનું નક્કી કર્યું છે. આ અંગે પાર્ટીના પ્રદેશ પ્રવકતા જગદીશ ડફડાનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું.