• Gujarati News
  • રિપીટર એટીકેટી પરીક્ષાનાં ફોર્મ લેવાશે

રિપીટર-એટીકેટી પરીક્ષાનાં ફોર્મ લેવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. એમએસયુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના રિપિટર અને એટીકેટી આવી હોય તેવા વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ 29મી સપ્ટેમ્બર, સોમવારથી યુનિટ પ્રમાણે દર્શાવેલા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે. જેમાં એફવાય બીકોમ (પહેલું સેમેસ્ટર), એસવાય બીકોમ (ત્રીજુ સેમેસ્ટર), ટીવાય બીકોમ (પાંચમુ સેમેસ્ટર) અને એમકોમ ફાઇનલ (ત્રીજુ સેમેસ્ટર) અને પીજી ડીપ્લોમા (પ્રથમ સેમેસ્ટર)થી તમામ સેમેસ્ટરના ફોર્મ લેવામાં આવશે. ઉપરાંત ફેકલ્ટી ઓફ આર્ટસના બીએ અને એમએના સેમેસ્ટરના એટીકેટી અને ફેઇલ થયેલા વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે.