• Gujarati News
  • માંજલપુર અને ગોત્રી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

માંજલપુર અને ગોત્રી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોટિંગ અવેરનેસ માટે રંગાઈ વા\\\"લ
માંજલપુર ખાતેના ૩૦ વર્ષીય યુવકે પોતાના ઘરે ગત રાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસ તપાસમાં તેણે બેકારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. બીજી બાજુ ગોત્રી રોડ પરના એક ૨૮ વર્ષીય યુવકે એકતરફી પ્રેમમાં રાત્રી દરમ્યાન ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યોહતો.ું.
માંજલપુર યશા એપાટર્મેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય હેમંતસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને લાંબા સમયથી કોઈ ધંધો મળતો ન હતો. શનિવારે રાત્રે બેડરૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું હતું. માંજલપુર પોલીસે વધુ તપાસ કરતાં તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં હું સ્વેરછાએ આપઘાત કરું છું અને આ માટે કોઈ જવાબદાર નથી તેમ લખ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમણે બેકારીથી કંટાળી આપઘાત કર્યોહોવાનું કારણ સપાટી પર આવ્યું હતું.
ગોત્રી અશ્વમેધ ટાઉનશિપમાં રહેતા રાજાભાઈ જયંતીભાઈ બ્રહ્મભટ્ટ રાત્રે ઘરે આવ્યા બાદ તેનાં માતા-પિતાએ તેને જમવાનું લઈ સૂઈ જવા જણાવ્યું હતું. તેણે ખાલી વાસણો ખટખટાવી બેડરૂમમાં જઈ દુપટ્ટાનો ગાળીઓ બનાવી ફાંસો ખાઈ લીધો હતો. તેના પિતા જયારે રાત્રે ઊઠયા ત્યારે તેમણે લાઈટ ચાલુ કરતાં પુત્રને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોયો હતો. પોલીસે બનાવની તપાસ કરતાં તેણે વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે એકતરફી પ્રેમમાં આપઘાત કર્યોહોવાનું પ્રાથમિક ધોરણે કારણ સપાટી પર આવ્યું હતું.
આગામી ઇલેકશનને ઘ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ માટે મહારાજા રણજિતસિંહ ઇન્સ્ટિ. ઓફ ડિઝાઇન (એમઆરઆઇડી)ના ૭૦ સ્ટુડન્ટ્સ દ્વારા રવિવારે વહેલી સવારથી રાત્રિબજારની દીવાલો પર પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી છે. સ્ટુડન્ટ્સે વોટિંગના મહત્ત્વને આર્ટિસ્ટિ્ક પોઇન્ટ ઓફ વ્યૂથી દર્શાવ્યું. રાત્રિબજારની કુલ ૨પ દીવાલો પર આવા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવશે.