• Gujarati News
  • ડેન્ગ્યૂના મુદ્દે અધિકારીનો ધેરાવો

ડેન્ગ્યૂના મુદ્દે અધિકારીનો ધેરાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં છેલ્લા પખવાડિયા દરમિયાન વકરેલા ડેન્ગ્યૂના વાવરથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે ઉશ્કેરાયેલા રહીશોએ કલેકટરને આવેદન આપીને રજૂઆત કરવા ગયા હતાં. આરોગ્ય અધિકારી આવી પહોંચતાં જ લોકોએ તેમનો ધેરાવો કરીને હાય હાય બોલાવતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતુ. છોટાઉદેપુર નગરમાં આવેલ મહુડી ફળિયાઅને શાસ્ત્રીનગર સોસાયટીમાં છેલ્લા વીસ દિવસથી ડેગ્યુ જીવલેણ રોગ ફેલાય રો છે. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઇ અત્યાર સુધી ૨૦ કેસો તો પોઝીટીવ આવ્યા છે. આ અંંગે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં કોઇ સારવાર ન મળતા અને આરોગ્ય તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન ભરાતા ત્યાંના આગેવાન અને નગર સેવાસદન સભ્ય જાકીરભાઇની આગેવાની હેઠળ રહીશો કલેકટર કચેરીએ આવેદન આપવા આવ્યા હતા
જેમાં તેઓએ હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ કે અન્ય કોઇ સારવાર નથી મળતી અને આરોગ્ય વિભાગના કર્મચારી માત્ર સલાહ સુચનો આપી જતા રહે છે. ડેગ્યુ જેવા પસરેલા રોગની સારવાર લેવા માટે વડોદરા જવું પડે છે એના બદલે અહીંયા મળે એ માટે માગ કરી હતી. જિલ્લા કલકેટર જેનું દેવન પ્રજાની ફરિયાદને રૂબરૂમાં સાંભળી ઘટતું કરવા ખાત્રી આપી હતી અને રજુઆત કરનારા ઓને સલાહ આપી હતી કે તમાં માત્ર નગર સેવાસદન ઉપર સફાઇની આશા રાખે છો એ યોગ્ય નથી તમારે પણ સફાઇ અંંગે ઘ્યાન આપવું પડશેજયારે કલેકટર કચેરીએ એકાએક જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારી આવ્યા હતા. પરંતુ ઉપસ્થિતિ મેદનીને ખબર પડી કે આરોગ્ય જીલ્લા અધિકારી છે જેથી લોકો ઉશ્કેરાયા હતાં.