• Gujarati News
  • પૂજા પ્રોટિન્સનો સિંગતેલનો જથ્થો સીઝ

પૂજા પ્રોટિન્સનો સિંગતેલનો જથ્થો સીઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર કિશ્ચન અને ધોકિયાની ટીમે ગુરુવારે ગોંડલ જામવાડી જીઅાઇડીસી-2 ખાતે આવેલી પૂજા પ્રોટિનમાં દરોડો પાડી સિંગતેલના નમૂના લીધા હતા. પ્રાથમિક તપાસમાં સિંગતેલમાં ભેળસેળની શંકા જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂા. 86 હજારના 80 ડબ્બા સિંગતેલનો જથ્થો સીઝ કરાયો છે. જયારે છેલ્લા એક અઠવાડિયામાં પૂજા પ્રોટિન ઉપરાંત શાપર વેરાવળની અમીરાજ કોટન સીડ ઓઇલ, રેશન કોટન સીડ ઓઇલ અને કાંગસિયાળીની શ્રી ઉમિયા અનાજ ભંડારમાંથી કપાસિયા તેલના નમૂના લઇ વડોદરા લેબમાં ચકાસણી અર્થે મોકલાયાનું સૂત્રોએ જણાવ્યું છે.