• Gujarati News
  • 6 વર્ષથી જુદા રહેતા દંપતીનો મિલાપ

6 વર્ષથી જુદા રહેતા દંપતીનો મિલાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15વર્ષના લગ્નજીવનમાં 8 વર્ષ સુધી પતિ- પત્ની એકમેક સાથે રહ્યા બાદ નજીવી બાબતે ખટરાગ થતાં6 વર્ષથી પતિથી અલગ રહેનાર પત્ની માટે મહિલા સહાયતા કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યું છે. સંસ્થા અને ગોરવા પોલીસના માર્ગદર્શનથી દંપતીમાં મિલાપ થઇ ગયો હતો..

શહેરના કરોડિયા વિસ્તારમાં રહેતાં સૂરજ અને ગોરવા સ્થિત કવિતા (બંનેનાં નામ બદલ્યા છે)નાં લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતાં. 8 વર્ષ સુધી બંનેની ગાડી પાટા પર ચાલી હતી પરંતુ નજીવી બાબતે બંને વચ્ચેનો ખટરાગ ચરમ સીમાએ પહોંચી ગયો હતો. આખરે કવિતાએ પિયરની વાટ પકડી હતી. બંનેનું લગ્નજીવના ભંગાણના આરે પહોંચી ગયું. ગોરવા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રમાં કવિતાએ અરજી કરતાં સંસ્થાના કાઉન્સિલર તુષાર પટેલ અને જિજ્ઞાશા પંડ્યાએ સૂરજને સમજ અાપી સમાધાન કરાવ્યું હતું. અને તાજેતરમાં મહિલા સાસરીમાં પરત ગઈ હતી.