• Gujarati News
  • ડેવલોપમેન્ટ રાઇટ્સનો તમારી અન્ય જમીન પર ઉપયોગ કરાશે

ડેવલોપમેન્ટ રાઇટ્સનો તમારી અન્ય જમીન પર ઉપયોગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાહેર હેતુના કોઈ પણ નવા પ્રોજેક્ટ માટે સરકારને જમીન સંપાદન કરવાની પડતી ફરજ સામે જમીન માલિકોને કરોડો રૂપિયા ચૂકવવા પડતા હોય છે. સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા સંપાદનમાં જતી જમીનના ડેવલોપમેન્ટ રાઇટ્સ જમીન માલિકને આપવા માટેની નવી નીતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત એક જમીનના ડેવલોપમેન્ટ રાઇટ્સનો અન્ય જમીનમાં ઉપયોગ કરી શકાશે. નીતિ બનાવવા માટે રાજ્ય સરકારે એક હાઈપાવર કમિટિની રચના કરી છે.

રાજ્યમાં ટ્રાન્સફર ઓફ ડેવલોપમેન્ટ રાઇટ્સની વાતો ઘણા સમયથી થઈ રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે મામલે માગણી પણ ઉઠતી રહી છે. ત્યારે સેક્ટરની માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ટ્રાન્સફર ઓફ ડેવલોપમેન્ટ રાઇટ્સ નક્કી કરવા માટે એક કમિટિ બનાવી છે. કમિટિ આગામી દિવસોમાં સંપાદનમાં જતી જમીન કે અન્ય જમીનના ટ્રાન્સફર ઓફ ડેવલોપમેન્ટ રાઇટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની નીતિ બનાવશે. નીતિ અંતર્ગત કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલ જમીનના ડેવલોપમેન્ટ રાઇટ્સ મોકાની જમીનમાં પણ તબદીલ થઈ શકશે. જોકે તે માટેની સ્પષ્ટ નીતિ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.

જમીનના બદલે રાઇટ્સના સોદા થશે

કમિટિના સભ્યω કોણ?

રાજ્યમાં પ્રથમવખત તૈયાર થઈ રહેલ ટ્રાન્સફર ઓફ ડેવલોપમેન્ટ રાઇટ્સની નીતિ નક્કી થયા બાદ જમીનના સોદાની જેમ ડેવલોપમેન્ટ રાઇટ્સના પણ સોદા થશે. જે માટે જમીન જેટલા બાંધકામની કિંમત ચૂકવી મોકાની જમીન પર રાઇટ્સ ખરીદવા માટે પડાપડી થશે. જોકે માટે સરકારે ફ્લેક્સિબલ પોલિસી નક્કી કરવી પડશે.

વર્તમાન કાયદો બાધારૂપ

હાલ જીડીસીઆરમાંરસ્તાની પહોળાઈ-પાર્કિંગની જરૂરિયાતને લઈ એફએસઆઈ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકાતી નથી. ટ્રાન્સફર ઓફ ડેવ.રાઇટ્સ માટે GDCR નિયમો હળવા કરવા પડશે.

સરકારનો સંપાદનનો માર્ગ મોકળો થશે

^સરકારનોસંપાદનનો માર્ગ મોકળો થાય છે. કોઈ પણ કિંમતી જમીનને સંપાદન કરવી હોય તો તે જમીનનો ઉપયોગ વળતર આપ્યા વગર કરી શકશે. જેની માટે ડેવલોપમેન્ટ રાઇટ્સ આપી જમીન સંપાદન કરશે. સંપાદનની કિંમત જેટલી ફ્રી એફએસઆઇ કે ટ્રાન્સફરેબલ એફએસઆઇ કોઈ અન્ય જગ્યાએ આપશે. સરકારનું આર્થિક ભારણ પણ ઓછું થશે. > હેમંતપટેલ, ઉપપ્રમુખ,ક્રેડાઈ

અધિક મુખ્ય સચિવ શહેરીવિકાસ - અધ્યક્ષ

અગ્રસચિવ નાણાવિભાગ - સભ્ય

કમિશનરવડોદરા/અમદાવાદ/સુરત/રાજકોટ- સભ્ય

સીઈએશહેરીવિકાસ સત્તા મંડળ, અમદાવાદ/સુરત - સભ્ય

મુખ્યનગર નિયોજક ગુજરાત- સભ્ય

ખાસફરજ પરના અધિકારી, શહેરીવિકાસ - સભ્ય સચિવ