સુરત-વડોદરાથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત-વડોદરાથી
અમિરાતની ફ્લાઇટ શરૂ થશે

વિશ્વના૧૪પથી વધારે સ્થળોએ ફ્લાઇટ કનેક્ટિથી જોડાયેલી દુબઇની અમિરાત એરલાઇન્સ દ્વારા ગુજરાતમાં પ્રવાસન પ્રોત્સાહન માટે વિદેશી પ્રવાસીઓ લાવવા તથા યુએસ અને યુરોપ મિડલ ઇસ્ટ અને આફ્રિકામાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત તથા ગુજરાત આવે તે માટે પ્રવાસન વિભાગ સાથે એમઓયુ કરવાની તૈયારી અમિરાત એરલાઇન્સ દ્વારા દર્શાવાઇ છે. દુબઇની
...અનુસંધાનપાના નં.12
અમિરાતએરલાઇન્સના ...અનુસંધાનપાના નં.16

સીનિયરવાઇસ પ્રેસિડેન્ટ શેખ માજિદ અલ મૌલાએ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લીધી હતી. બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. એમિરાત એરલાઇન્સ દ્વારા સુરત અને વડોદરામાં વિમાની સેવા શરૂ કરવા અંગે ભારત સરકાર સાથેની કાર્યવાહીમાં ગુજરાત સરકાર તમામ મદદ કરશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.
શેખ માજિદ સાથે કોમનવેલ્થ ઓફ પેન્સિલવેનિયાના ખાસ દૂત અને ફિલાડેલ્ફિયાના ભારત ખાતેના માનદ રાજદૂત કનિકા ચૌધરી પણ મુખ્યમંત્રીને મળ્યા હતા.તેમણે પેન્સિલવેનિયા ગુજરાતમાં વધુ ઉત્પાદક એકમો શરૂ કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું.