• Gujarati News
  • 282 વર્ષથી દિવાળીએ માંડવી દરવાજાને પ્રકાશિત કરવાનો ક્રમ આજે પણ યથાવત્

282 વર્ષથી દિવાળીએ માંડવી દરવાજાને પ્રકાશિત કરવાનો ક્રમ આજે પણ યથાવત્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાદિવસોમાં માંડવી ગેટને શણગારવાની પરંપરા તો છેક ગાયકવાડી શાસનની છે. પરંપરાને ભવ્યતા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં અપાઇ હતી. નવરાત્રિથી ગેટને શણગારવાની શરૂઆત થઇ હતી. તહેવારોના દિવસોમાં ચારેય તરફના રસ્તે બીજા ચાર દરવાજાઓ સુધીના હજારો તોરણોના આકર્ષક શણગારની વાતો છેક પરરાજ્યોમાં પણ થતી હતી. 9 ફૂટ ઊંચાઇના કાચના મોટા ફાનસ અને દીવડાઓ રહેતા. જે આખી રાત અજવાળું આપે. તે માટે નીચે મસમોટી કેરોસિનની ટાંકી રહેતી હતી. જ્યારે નાના-નાના હજારો દીવડાઓ મૂકવામાં આવતાં સમગ્ર દરવાજો ઝળહળી ઉઠતો હતો. જોકે 1895માં શહેરમાં વીજળીનું આગમન થતાં માંડવીને વીજદીવા વડે શણગારવામાં આવતો હતો.

માંડવી દરવાજો મૂળે 1512 બાદ સુલતાન બહાદુરશાહે બનાવ્યો હતો. દરવાજો મૂળે લાકડાનો હતો. જેને વડોદરાના પહેલા મરાઠી શાસક પિલાજીરાવે બાદમાં 1732માં પથ્થરમાંથી નવો ગેટ તૈયાર કરાવ્યો. ત્યારથી આજ દીન સુધી િદવાળીએ ગેટ દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. શરૂઆતમાં તેનો એક માળ રાખવામાં આવ્યો હતો. તેની ઊંચાઇ 25 ફૂટની રાખવામાં આવી હતી. પછી તેના પર બીજા બે માળ બનાવ્યાં હતા. આમ, કુલ 3 માળ છે. નીચેના ભાગે પથ્થરોના પિલ્લર્સની ગોઠવણી માંડવાની યાદ અપાવતી હોવાથી દરવાજો માંડવી તરીકે પ્રખ્યાત થયો. મંદિર નીચેથી મહારાજાની હાથીની સવારી પણ નીકળતી હતી. ઉપરાંત દર તહેવાર પર ધાર્મિક પૂજા પણ અહીં થતી હતી.

} પથ્થરોના પિલ્લર્સની ગોઠવણી માંડવા જેવી લાગતી હોવાથી માંડવી તરીકે જાણીતો બન્યો.

} 1895માં શહેરમાં વીજળીનું આગમન થતાં માંડવીને વીજદીવાથી શણગારાય છે.

1638માં વડોદરાની મુલાકાતે આવેલ જર્મન પ્રવાસી મન્ડેલ સ્લોએ ચાર દરવાજાનો ઉલ્લેખ કર્યો છે પણ તેમાં માંડવીનો ઉલ્લેખ નથી. દરવાજો ત્યારે ખૂબ જીર્ણ થઇ ગયો હશે તેવી શક્યતા નકારી શકાય નહીં પણ તેનું બાંધકામ દામાજીરાવના સમયમાં પૂરું થયું હતું. રાજેન્દ્રશાહ, વડોદરાનાઇતિહાસના અભ્યાસુ

માંડવી દરવાજાની નીચે ભગવાન સ્વામીનારાયણનું રોકાણ બે દિવસનું રહ્યું હતું. તેઓ ઇ.સ 1817માં સયાજીરાવ પહેલાના શાસનકાળ દરમિયાન આવ્યાં હતા. ત્યારે તેઓ કયા થાંભલા પર હાથ ટેકવીને ઊભા રહ્યાં હતા તેનો ઉલ્લેખ પણ ઐતિહાસિક પુસ્તકોમાં છે. મહારાજાએ જ્યારે તેમને સરકારવાડામાં પધારવા આમંત્રિત કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘17 વર્ષ પછી હું આવીશ ત્યારે તમને મળીશ.’ તેમના ઉચ્ચારો ત્યારબાદ સાચા પડ્યા હતા.

1856માં મહારાજા ગણપતરાવ