• Gujarati News
  • HM લાઇબ્રેરીમાં વધુ એક સુવિધા ઈબ્સ્કો રિસોર્સ લોકેટર ઉપલબ્ધ

HM લાઇબ્રેરીમાં વધુ એક સુવિધા ઈબ્સ્કો રિસોર્સ લોકેટર ઉપલબ્ધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમએસયુઅને હંસા મહેતા લાઇબ્રેરી દ્વારા સ્ટુડન્ટ્સ, રિસર્ચર્સ અને શિક્ષકો કન્ટેન્ટને આસાનીથી સર્ચ કરી શકે તે માટે ઇબ્સ્કો (EBSCO) લોકેટરનું ડેમો વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ઇબ્સ્કો પબ્લિશર છે. જેણે વર્ઝન તૈયાર કર્યું છે.

લોકેટર લાઇબ્રેરીના કન્ટેન્ટના લિસ્ટનો એકસેસ કરી શકાશે. જેમાં ટાઇટલ્સ, સબ્જેક્ટ કે પબ્લિશરના નામ કે ઇન્ટનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISNN) વડે ઇ-કન્ટેન્ટ શોધી શકશે. સુવિધાના એડવાન્સ ફિચર્સ વડે કન્ટેન્ટ શોધવા ખૂબ આસાન બનશે. લોકેટર તમામ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સને ઉપયોગી બનશે. શુક્રવારે મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સને લોકેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં EBSCOના ટ્રેનિંગ મેનેજરે માહિતી આપી હતી.

MSU UPDATE

લોકેટેરને એકસેસ કરવા માટે http://www.hmlibrary.ac.in વેબસાઇટ પર ક્લિક કરીને હોમ પેજના જમણી બાજુના ખૂણે આવેલા ટુ ઝેડ રિસોર્સ લોકેટર પર જઇને સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

...તો કાયમી સબસ્ક્રિપ્શન પણ કરાશે

ઇબ્સ્કો(EBSCO) લોકેટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેની વર્કશોપ યોજવામાં આવી રહી છે. ઉપરાંત ફેકલ્ટીના અન્ય શિક્ષકો અને રિસચર્સને પણ લોકેટર માટે અભિપ્રાય મંગાવવામાં આવ્યાં છે. અભિપ્રાયો આવ્યા બાદ લોકેટરની સુવિધા કાયમ માટે રાખવી જોઇએ કે નહીં તે વિશેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. મયંકત્રિવેદી, યુનિવર્સિટીલાઇબ્રેરિયન.