• Gujarati News
  • વૉલ પેઇન્ટિંગ્સથી હેલ્થ અવેરનેસનો પ્રયાસ

વૉલ પેઇન્ટિંગ્સથી હેલ્થ અવેરનેસનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેવ્યોમ સંસ્થા સાથે સંકળાયેલા 33 યુવાઓ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલની વોલ્સ પર બાળ દર્દીઓને ગમે તેવા અને બાળકોના પેરેન્ટ્સને મેસેજ આપે તેવા પેઇન્ટિંગ્સ તૈયાર કરશે.

વિશે વ્યોમ સંસ્થાના કો-ઓર્ડિનેટર ડોલ્સી સાઇમને જણાવ્યું કે, ‘આ તમામ વોલેન્ટિયર્સ ફાઇન આર્ટ્સ, એન્જિનિયરિંગ અને આર્ટસ તથા કોમર્સ સહિતના વિવિધ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની કલા દ્વારા બાળદર્દીઓ અને તેમના માતા-પિતાને ફૂડ હેબીટ્સ, બાળ ઉછેર અને જાહેર આરોગ્ય સેનિટેશન જેવા મુદ્દે માર્ગદર્શન મળે તેવા પેઇન્ટિંસ તૈયાર કરશે.

પેઇન્ટિંગ્સ તેઓ રવિવારે બપોરે 1.00થી 4.00 દરમિયાન તેઓ એસએસજીના પિડિયાટ્રિક વોર્ડમાં અને ગોત્રીના ઇન્ટેન્સિવ કેર યુનિટની પિડિયાટ્રીક વોર્ડની વોલ્સ પર તૈયાર કરશે. વડોદરા શહેરની ઓળખ કલામાં ખૂબ મોટી છે. ત્યારે કલાના માધ્યમથી કોઈ પણ મેસેજ આપવામાં આવે તો તેની રજૂઆત વધુ અસરકારક રીતે થાય છે. તેથી લોકો સુધી મેસેજ સ્પ્રેડ કરવા માટે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

TODAY’S EVENT