• Gujarati News
  • પરિણીતાના આપઘાતને પગલે સાસરિયાં વિરુદ્ધ ગુનો

પરિણીતાના આપઘાતને પગલે સાસરિયાં વિરુદ્ધ ગુનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાના આપઘાતને પગલે સાસરિયાં વિરુદ્ધ ગુનો

વડોદરા.મૂળ સુરતનીવતની યાસ્મીન ઘાંચીનાં લગ્ન તરસાલીના કુંભારવાડામાં રહેતા સિકંદર ઘાંચી સાથે બે માસ અગાઉ થયાં હતાં. ગત 1 ઓક્ટોબરે પરિણીતા ઘરે અેકલી હતી ત્યારે તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પરિણીતાનાં માતા ફાતીમાબાનુ ઈસ્માઈલ ઘાંચીએ પોતાની દીકરી યાસ્મીનને તેના પતિ સિકંદર ઘાંચી, સસરા દાનત ઘાંચી, સાસુ અને નણંદ મળી લગ્નના 15 દિવસ બાદથી તેને શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરવામાં આવતી હોવાને પગલે તેણે આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ કરતાં પોલીસે પતિ સહિત સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.