• Gujarati News
  • છેલ્લાં કેટલાંય સમયથી પ્રકારનો પરિવર્તનનો પવન ફૂંકાયો છે. હવેના ટીનએજર્સ

છેલ્લાં કેટલાંય સમયથી પ્રકારનો પરિવર્તનનો પવન ફૂંકાયો છે. હવેના ટીનએજર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં કેટલાંય સમયથી પ્રકારનો પરિવર્તનનો પવન ફૂંકાયો છે. હવેના ટીનએજર્સ મા-બાપની સામે થઈ રહ્યા છે. પ્રકારની મહિનામાં અમને 10 થી વધુ અરજીઓ મળી રહી છે. જોકે, આજના ટીનએજર્સ સ્વતંત્રતાની સાથોસાથ જવાબદારી સમજતા નથી. જો તેમને સ્વતંત્રતા આપવામાં આવે તો તેમને જવાબદારીનું પણ ભાન કરાવવું જરૂરી છે. જો આમ કરવામાં આવશે તો ચોક્કસ સમસ્યાનો નિવેડો લાવી શકાશે. અમે લોકો કોમ્બીનેટીવ થેરાપી અને રેશનલ ઈનોવેટીવ બિહેવિયર થકી આવા ટીનએજર્સને સમજાવવા પ્રયાસ કરતા હોઈએ છીએ. > યોગેશપટેલ, મનોચિકિત્સક

મહિનામાં 10 થી વધુ અરજી મળે છે



મમ્મીમને માર મારે છે, મમ્મી મને સ્હેજપણ ગમતી નથી એવી અરજી તાજેતરમાં ધો. 8 ની એક વિદ્યાર્થિનીએ મહિલા પોલીસ મથકે આપતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

માતા-પિતાના ત્રાસનો ભોગ સંતાન બને અને તે શહેર પોલીસ મથકે ફરિયાદ આપે તો… શહેરના સમા વિસ્તારમાં આવો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો જેમાં સમામાં રહેતા આકાશ પટેલ ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની આશા ગૃહિણી છે. તેમને સંતાનમાં 13 વર્ષીય અપેક્ષા પટેલ નામની દીકરી છે. તે શહેરની એક શાળામાં ધો. 8માં અભ્યાસ કરે છે. ત્રણ સભ્યોના પરિવારમાં ઘણી વખત દંપતિ વચ્ચે ખટરાગ જેનો ભોગ અપેક્ષા બનતી હતી. અપેક્ષાની માતા તેને ખૂબ માર મારતી હતી. પિતાના આક્રોશનો ભોગ પણ અપેક્ષાને બનવંુ પડ્યું હતું.

સખ્ત માર અને ત્રાસને કારણે 13 વર્ષીય વિદ્યાર્થિની ખુદ ભાંગી પડી હતી. પ્રતિદિન ઘટનાઓ બનવાને કારણે તેણે આખરે મહિલા પોલીસ મથકે અેક અરજી લખી હતી. તેણે 25 વખત મમ્મી મને માર મારે છે અને મમ્મી મને ગમતી નથી તેવું લખીને અરજી આપી હતી. અરજી મળતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે પોલીસે મહિલા પોલીસે સામાજિક કાર્યકરની ભૂમિકા અદા કરી તેમને સમજાવ્યા હતા. અંગે વાત કરતા મહિલા પોલીસ મથકના પી.આઈ. ચેતના ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીને પૂછવામાં આવતાં ઘણી વખત તેના માતા-પિતા વચ્ચે ખટરાગ થતો હતો. ત્યારે તેઓ બંને ભેગા મળી તેને ઠપકો આપતા હતા. ઘણી વખત બહેનપણી સાથે બહાર જવા બાબતે તેણી મમ્મી તેણે ઠપકો આપતી હતી. કંઇ પણ કરવા માટે તેણે વારંવાર ઠપકો આપવાને લઇને તેને લાગી આવતું હતું. જેને પગલે મહિલા પોલીસમાં અરજી કર્યા હોવાનું સ્વીકાયુ હતું.

બીજી તરફ અરજી મળતા અમે ચોંકી ઉઠયા હતા. વિદ્યાર્થિની માતા-પિતાને કાઉન્સીલીગ માટે બોલાવ્યા હતા. દંપિતના રોષન