• Gujarati News
  • ટ્રાન્સફોર્મર નજીક ગેસ લાઈન પર ફટાકડાની દુકાનો ઊભી કરાઇ

ટ્રાન્સફોર્મર નજીક ગેસ લાઈન પર ફટાકડાની દુકાનો ઊભી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સફોર્મર નજીક ગેસ લાઈન પર ફટાકડાની દુકાનો ઊભી કરાઇ

ગોરવા ખાતેની સહયોગ સોસાયટીનાં રહીશોનો રોષ



ગોરવાખાતેની સહયોગ સોસાયટી પાસે ગેસલાઈનની ઉપર ફટાકડાની દુકાન ઊભી કરી દેવા બાબતે સોસાયટીઓના રહીશો અને સ્થાનિક સંસ્થાઓ રોષે ભરાઈ હતી. તેમણે મુદ્દે સેવાસદનના ઉચ્ચ અધિકારીઓને લેખીતમાં જાણ કરી હતી. તથા તે દુકા વહેલી તકે રહેણાંક વિસ્તારથી દુર કરવામાં આવે તેવી માગણી કરી હતી.

ગોરવા વિસ્તારની સહયોગ પોલીસ ચોકી નજીક આવેલા રિફાનરી રોડ પરની સહયોગ સોસાટીની બાજુમાં ગેઈલની ગેસલાઈનની બીલકુલ ઉપર એક ફટાકડાની દુકાન ઉભી કરાઈ દેવાઈ છે. સોસાયટીના રહીશોએ લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે દુકાનની થોડે નજીક બાળકો રમતા હોય છે તથા સિનિયરસિટીઝન પણ બેઠા હોય છે. તથા ફટાકડાની દુકાનથી 5 ફૂટના અંતરે જીઈબીનું ટ્રાન્સપોર્ટર આવેલું છે. જેથી દુકાન જોખમી હોઈ તેને તાત્કાલીક ધોરણે રહેણાંક વિસ્તારથી દુર કરવાની માગ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે બાબતે વિસ્તારની 7 સંસ્થાઓ તથા 9 સોસાયટીના રહીશોએ સહયોગ સોસાયટી પાસેથી પસાર થતી ગેસ લાઈન પર બનાવાયેલી ફટાકડાઓની દુકાનને લઈને સેવાસદનના અધિકારીઓને લેખીતમાં જાણ કરી હતી. આગામી દિવસોમાં નજીકમાં ફટાકડાની દુકાનથી કોઈ ઘટના ઘટે તે કારણસર સોસાયટી અને સંસ્થાઓએ લેખીત રજુઆત કરી હતી.