• Gujarati News
  • દિવાળી પર્વે જ્વેલર્સને સાવચેતી

દિવાળી પર્વે જ્વેલર્સને સાવચેતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી પર્વે જ્વેલર્સને સાવચેતી

રાખવા પોલીસ કમિશનરની સૂચના

{તિજોરીનો પાસવર્ડ લોકોની હાજરીમાં આેપરેટ કરવો



દિવાળીદરમિયાન ઠગ ટોળકીઓ સક્રિય થઇ જતી હોવાના કારણે ખાસ કરીને જ્વેલર્સમાં ટોળકી નજર ચૂકવીને દાગીના ચોરી કરતી અથવા તો કેટલીક ગેંગ લૂંટ જેવા ગુનાને પણ અંજામ આપતી હોવાના કારણે આજે જ્વેલર્સ- સંચાલકો સાથે યોજાયેલી મિટિંગમાં સંચાલકોને પોલીસ દ્વારા મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણને આજે જ્વેલર્સ સંચાલકો સાથે મિટિંગ યોજીને સંચાલકોને સાવચેતી દાખવવા અને સુરક્ષા સંબંધી મહત્ત્વનાં પગલાં ભરવા માટેની સૂચનાઓ આપી હતી. સૂચનાઓ આપતાં પોલીસ કમિશનર ઈ.રાધાકૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,જ્વેલર્સના પાર્કિંગ સહિતના વિસ્તારો આવરી લે તે પ્રકારે સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવે અને તેનું પંદર દિવસનું રેકોર્ડિંગ રાખવામાં આવે તે જરૂરી છે.

કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી ખરીદીના બહાને જ્વેલર્સમાં હાજર હોય તો આવી વ્યક્તિ પર નજર રાખવી જોઇએ. સ્ટાફના લોકો દેખાય તે રીતે અાઇ કાર્ડ પહેરે તે જરૂરી છે. વોચમેન અને સિક્યુરિટી જવાનોને નોકરી પર રાખતાં પહેલાં તેમનો સંપૂર્ણ રેકોર્ડની ચકાસણી કરવામાં આવે તે પણ જરૂરી છે.

જ્વેલરી લાવવા અ્ને લઇ જવા અંગેની કોઇ ચર્ચા જાહેરમાં કરવી જોઇએ નહીં. તિજોરીનો પાસવર્ડ લોકો કે, કર્મચારીઓ જુવે તે રીતે ઓપરેટ કરો અને જ્વેલર્સનાં શટર અને જાળી મજબૂત હોવાં જોઇએ. કોઇ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેની જાણ પોલીસને તાત્ત્કાલીક કરવી જોઇએ. સિક્યુરિટી એવી જગ્યાએ હોવી જોઇએ કે, તે કોઇ પણ શંકાસ્પદ જણાતા વ્યક્તિને તુરંત ઝડપી પાડે અને સ્ટાફની કોઇ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકવો જોઇએ નહીં.