• Gujarati News
  • સયાજી હોિસ્પટલના વોર્ડ નં.20માં કેદી ફરાર થઇ ગયો હતો તે સ્થળનો ફોટો.

સયાજી હોિસ્પટલના વોર્ડ નં.20માં કેદી ફરાર થઇ ગયો હતો તે સ્થળનો ફોટો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોિસ્પટલના વોર્ડ નં.20માં કેદી ફરાર થઇ ગયો હતો તે સ્થળનો ફોટો.

ચાલુ વર્ષે સતત બીજો ગુનો નોંધાયો

બે દીકરીઓનીમાતા સાથે આઠ વર્ષ પહેલા પરિચયમાં આવ્યા બાદ સદરૂલ પઠાણે તે તેની દીકરીઓનું ભરણપોષણ કરશે તેમ કહી નિકાહ કર્યા હતા. 13 અને 16 વર્ષીય દીકરીઓનું ભરણપોષણ કરવું જરૂરી હોય તેણે પરિણીતાને દેહ વિક્રય કરવા માટે મજબૂર કરી હતી. પરિણીતાની ગેરહાજરીમાં સદરૂલ પઠાણ તેની બંને દીકરીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમનું જાતીય શોષણ કરતો હતો. બનાવ અંગે બંને દીકરીઓએ તેની માતાને જાણ કરતા આરોપીને તરછોડી તેઓ કિશનવાડી વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા.

પાલક પિતા તરીકે દીકરીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું

ચાલુ વર્ષેપોલીસને ચકમો આપીને ફરાર થવાનો સતત બીજો ગુનો નોંધાયો છે. ફેબ્રુઆરીની 27મી તારીખના રોજ મકરપુરા તેમજ પોર જીઆઇડીસીમાં 24થી વધુ ચોરીઓ કરી હાહાકાર મચાવનાર મહેશ ઉર્ફે લાલા રમણ બારિયા મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઇના રાઇટરની નજર ચૂકવી પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો હતો. જેને મકરપુરા પોલીસે દસ દિવસ પકડી પાડ્યો હતો.

ભાસ્કર ન્યૂઝ. વડોદરા

વડોદરામધ્યસ્થ જેલનો દુષ્કર્મનો કાચા કામનો આરોપી સયાજી હોસ્પિટલમાં માનસિક બીમારીની સારવાર લઈ રહ્યો હતો. શુક્રવારે મધરાત્રે ટોઇલેટમાં જવાનું જણાવી ફરજ પરના પોલીસની નજર ચૂકવી તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.

નવાયાર્ડના રોશનગરનો રહેવાસી અને દુષ્કર્મના બનાવમાં કાચા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલો સદરૂલ મહંમદખાન પઠાણ બીમારીથી પીડાતો હતો. ગત 13 ઓક્ટોબરના રોજ તેને સયાજી હોસ્પિટલમાં વોર્ડ નં. 20 માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે મધરાત્રે સવા બાર કલાકે તેણે ફરજ પર હાજર રહેલા એએસઆઈ મનુભાઈ છીતાભાઈને પોતા ને ટોઇલેટ જવાનું જણાવ્યું હતું. જેને પગલે મનુભાઈ છીતાભાઈ તેને વોર્ડમાં આવેલા ટોઇલેટમાં લઈ ગયા હતા. જ્યાં તે પોલીસકર્મીની નજર ચૂકવી લોબીમાંથી બહાર નીકળી પાઇપ વાટે પ્રથમ માળેથી નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. કલાક સુધી આરોપી ટોઇલેટમાંથી બહાર આવતાં તેઓએ તપાસ કરી હતી. જેને પગલે આરોપી ફરાર થયો હોવાની તેમને જાણ થઈ હતી. બનાવની જાણ તેમણે સાથી કર્મી તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાવજીભાઈ શિવાભાઈને કરી હતી. રાવજીભાઈ શિવાભાઈની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કેદી વિરુદ્ધ કાયદેસરની કસ્ટડીમાંથી ભાગી જવાનો અને પોલીસ કર્મી તરીકે