• Gujarati News
  • ઘેનની ગોળી લાવનાર ‘ભઇલુ’ની શોધખોળ

ઘેનની ગોળી લાવનાર ‘ભઇલુ’ની શોધખોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘેનની ગોળી લાવનાર ‘ભઇલુ’ની શોધખોળ

માંજલપુરના દંપતીની હત્યાના

આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ



વૃદ્ધદંપતીના ચકચારી મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીને માંજલપુર પોલીસે શનિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

માંજલપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યામાં સંડોવાયેલા આરોપી સપન પુરાણીએ પોલીસ પૂછપરછમાં પોતાને ઘેનની ગોળીઓ તેમજ એસિડ આર્યન ઉર્ફે ભયલુ નામના તેના મિત્રે લાવી આપ્યું હોવાની કબૂલાત કરી હતી. પરંતુ આર્યન ઉર્ફે ભયલુ ક્યાંનો રહેવાસી છે અને તે કોણ છે તે અંગેની કોઈ ચોક્કસ કડી પોલીસને આરોપી પાસેથી મળી નથી. હજુ પણ આર્યન નામનો તેનો મિત્ર ફરાર છે.

જોકે, પોલીસ દ્વારા ગુનો કોઈની દોરવણી હેઠળ આચરવામાં આવ્યો હતો કે કેમ તે બાબતને લઈને પણ તપાસ કરાઈ રહી છે જેને લઈને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી જે કોર્ટે મંજૂર રાખ્યા હતા. નોંધનીય છે કે, અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા ચપ્પા તથા કપડાંને કબજે લેવામાં આવ્યાં છે.