તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફેશનના સ્ટુડન્ટ્સનું વડફેસ્ટમાં ડિસ્પ્લે

ફેશનના સ્ટુડન્ટ્સનું વડફેસ્ટમાં ડિસ્પ્લે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેશનના સ્ટુડન્ટ્સનું વડફેસ્ટમાં ડિસ્પ્લેમહારાજાસયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સીસના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલી ડોકરા કાસ્ટિંગની પ્રોડક્ટ્સ પણ વડફેસ્ટમાં મૂકાશે. માટે ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં ડોકરા કાસ્ટિંગ ક્રાફ્ટના બે ક્રાફ્ટ્સમેનને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યાં છે. ટ્રેનિંગ 10 દિવસના સમય માટેની છે. ડોકરા કાસ્ટિંગ લોખંડ સિવાયની ધાતુમાંથી સુંદર ચીજો તૈયાર કરવાની કાસ્ટિંગ ટેક્નિક છે. વર્કશોપ દરમિયાન સ્ટુડન્ટ્સે અનેક ક્રિએટિવ આર્ટ તૈયાર કરી છે. તેમને વર્કશોપ દ્વારા ટેકનિક શીખવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જેનું એક્ઝિબિશન વડફેસ્ટ પ્રસંગે યોજાશે. એમ ફેશન કમ્યૂનિકેશન પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર ડૉ. અતાનુ મોહાપાત્રાએ જણાવ્યું હતું. ઈવેન્ટ વડફેસ્ટના ભાગરૂપે યોજાવાની છે. આમ, વડફેસ્ટમાં એમએસયુના સ્ટુડન્ટ્સ પણ અનોખી સ્ટાઈલથી પાર્ટિસિપેટ કરી રહ્યાં છે.