તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વડોદરાસેવાસદનની દબાણ વિરોધી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે

વડોદરાસેવાસદનની દબાણ વિરોધી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાસેવાસદનની દબાણ વિરોધી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શનિવારે પોલો ગ્રાઉન્ડ આસપાસથી લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. સેવાસદનના દબાણ વિરોધી શાખાના સ્ટાફે પોલો ગ્રાઉન્ડ આસપાસ ઊભી રહેતી અંદાજે 23 થી વધુ લારીઓ હટાવી લઇ જપ્ત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારના ઉપક્રમે હેન્ડી ક્રાફ્ટ પ્રદર્શન પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હોઇ લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. સમા તળાવ પાસેથી પણ દબાણો દૂર કરાયા હતા.

પોલો ગ્રાઉન્ડ પાસેથી દબાણો દૂર કરાયા