તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઈક અને તેનો માલિક મળી શક્યો નથી

બાઈક અને તેનો માલિક મળી શક્યો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઈક અને તેનો માલિક મળી શક્યો નથી

પલ્સર બાઈક ચાલક કે જે મેક્સને ખીચી ફાઈનાન્સ સુધી મુકી ગયો હતો તે વ્યક્તિ કે બાઈક હજુ મળી શક્યું નથી. આરોપીના મોબાઈલમાં રહેલો એસ નામનો નંબીર કોનો છે તે માટે પોલીસ તેના લોકેશનની માહીતી મેળવશે તથા સાકીરે જ્યારે મેક્સને સોપારી આપી તે સોપારી તેને કોના તરફથી મળી હતી અને તે જેલમાં રહી નેટવર્ક કેવી રીતે ચલાવે છે તે અંગેની તપાસ માટે પોલીસ ટુકડી સુરત જવા ટુંક સમયમાં રવાના થશે. > સૌરભસિંહ, એસીપી,સી ડિવિઝન

ફાયરિંગ કરનાર મેક્સને મોબાઇલ ફોન પર સૂચનાઓ આપનાર શખ્સ કોણ?

અન્ય આરોપીઓએ પોતાના પર લગાવેલા આરોપોનો અસ્વીકાર કર્યો

રહસ્યનાં વમળો|‘એસ’થી સેવ કરાયેલા નંબરનું લોકેશન મેળવાશેનાગરવાડાખાતે શુક્રવારે બપોરે ખીંચી ફાઇનાન્સ ઓફિસના માલિક પર શખ્સે ઓફિસમાં ઘૂસી જઈ દેશી બનાવટની પિસ્ટલ વડે ફાયરિંગ કરતાં ઓફિસના માલિક અને ફાયરિંગ કરનાર આરોપી પણ ઈજાગ્રસ્ત થયો હતો. કેસમાં આરોપી મેક્સના મોબાઈલમાં ‘એસ’ નામથી સેવ કરેલો મોબાઈલ નંબર કે જેના પરથી તેને સુચનાઓ મળતી હતી તે નંબર અંગે પોલીસ તેના કોલ રેકોર્ડ્સ અને તેના લોકેશનની માહીતી મેળવશે. તદ ઉપરાંત પોલીસની એક ટુકડી સુરતમાં પહોંચી સાકીર નામના વ્યક્તિ કેવી રીતે જેલમાં રહીને નેટવર્ક ચલાવતી હતી અને તેને કોણે સોપારી આપી તે અંગે માહીતી મેળવશે. જોકે પોલીસને હજુ સુધી કોઈ નક્કર કડી મળી શકી નથી.

ગોત્રીના હરિનગર વિસ્તારમાં રહેતાં 56 વર્ષીય પૂનમભાઈ ખીંચી નાગરવાડા ચાર રસ્તા પાસે ખીંચી ફાઇનાન્સ એન્ડ કૈલાસ મોટર્સ નામની ઓફિસ ધરાવે છે. તેઓ શુક્રવારે બપોરે તેઓ એફીસમાં હતા ત્યારે મેક્સ દશરથભાઈ ગામીત (રહે. સુરત,વાપી)એ દેશી બનાવટની પિસ્ટલથી તેમના પર ફાયરિંગ કરતાં તેમને પેટના ભાગે ઈજા થઈ હતી. જેથી ઓફીસમાં રહેલા અન્ય લોકોએ મેક્સને પકડી પાડી ઢોર માર મારતાં તેને પણ ઈજા થઈ હતી. પૂનમભાઈને તાત્કાલિક સારવાર માટે માંજલપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મેક્સને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ બંનેની હાલત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. કારેલીબાગ પોલીસે બનાવ અંગે હત્યાનો પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આરોપીઓઅે પોલીસ સમક્ષ બનાવમાં પોતાની સંડોવણી હોવાનો અસ્વિકાર કર્યો હતો. પોલીસે સુરતમાં સાકીર સાથે કોની વાત થઈ હતી તે અંગેની તપાસ માટે પોલીસ ટુકડી સુરત જવા