તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તા. 30મીએ ચિત્ર સ્પર્ધા યોજવા 1 લાખ છાત્રોની પરીક્ષામાં ફેરફાર થશે

તા. 30મીએ ચિત્ર સ્પર્ધા યોજવા 1 લાખ છાત્રોની પરીક્ષામાં ફેરફાર થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર-જિલ્લાની457 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં ધો.10 અને ધો.11-12 સામાન્ય પ્રવાહની શાળાકીય પરીક્ષાનો 29મીથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ 30મીના રોજ રાજ્ય કક્ષાએ ચિત્ર સ્પર્ધા યોજવાના શિક્ષણ વિભાગના આદેશના પગલે 30મીએ યોજાનાર શાળાકીય પરીક્ષા શહેર-જિલ્લાની તમામ શાળાઓને પોતાની અનુકૂળતા મુજબ લેવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રના પગલે હવે શહેર-જિલ્લાની 457 શાળામાં ભણતાં ધો.10 અને ધો.11-12 સામાન્ય પ્રવાહનાં 1.08 લાખ વિદ્યાર્થીઓને સીધી અસર થશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ ડીઇઓને પરિપત્ર પાઠવીને 30મીએ યોજાનાર શાળાકીય પરીક્ષાઓ ચિત્ર સ્પર્ધાને લીધે શાળાઓને પોતાની અનુકૂળતાએ યોજવાનો આદેશ આપવા સ્પષ્ટ સૂચના આપી છે. જેને પગલે શહેર-જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી 19મીએ શહેર-જિલ્લાનાં 457 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ધો.10 અને ધો.11-12 સામાન્ય પ્રવાહનાં 1.08 લાખ વિદ્યાર્થીઓની 30મીની યોજાનાર પરીક્ષા શાળાઓને અનુકૂળતાએ 29મી પહેલાં કે તે બાદ લઇ શકશે તેવો પરિપત્ર પાઠવાશે તેમ ડીઇઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું.