તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડભોઇમાં પોલીસ ભરતી તાલીમ

ડભોઇમાં પોલીસ ભરતી તાલીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત અને પ્રાઇડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સુરત દ્વારા ડભોઇ કોલેજ ખાતે ડભોઇ પોલીસના માધ્યમથી પોલીસ ખાતામાં બીએસઆઇ એએસઆઇ અને કોન્સ્ટેબલ તરીકે ભરતી થવા જઇ રહેલાં અને જવા માંગતા યુવા યુવતીઓ માટે ની:શુલ્ક શારીરીક અને લેખિત પરીક્ષાની તાલીમ એક માસ સુધી આપવામાં આવી રહી છે. જેમાં 90 કરતાં વધુ યુવા યુવતીઓ તાલીમનો લાભ મેળવી રહ્યાં છે.

ડભોઇ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા, સંદીપસિંહની સુચના મુજબ પોલીસ ખાતામાં પીએસઆઇ, એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થવા માંગતા યુવા યુવતીઓનો આત્મ વિસ્વાસ વધે તે હેતુથી એક માસ સુધી શારીરીક અને લેખિત પરીક્ષા માટેના નીશુલ્ક તાલીમ વર્ગોનું ડભોઇ કોલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અને પ્રાઇડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આશરે 8500 જેટલી સંખ્યામાં પોલીસની ભરતી થનાર છે. જેનો લાભ ગ્રામ્ય વિસ્તારના યુવા યુવતીઓને પણ મળી રહે તે હેતુથી ડભોઇ કોલેજ ખા્તે ની:શુલ્ક સારીરીક અને લેખિત પરીક્ષા માટેના તાલીમ વર્ગોનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. ડભોઇ આજુબાજુના તાલુકામાંથી પીએસઆઇ એએસઆઇ કોન્સ્ટેબલની ભરતીની તાલીમ મેળવવા 25 ઉપરાંત યુવતીઓ સહિત 90 જેટલા તાલીમાર્થીઓ હાલ તાલીમ વર્ગનો લાભ લઇ રહ્યો છે. તમામ 90 તાલીમાર્થીઓને સવારનાં સાત કલાકથી 8.30 કલાક સુધી શારીરીક તાલીમ અપાઇ રહી છે. ત્યારબાદ દુધ નાસ્તો પણ નીશુલ્ક આપવામાં આવ્યા બાદ તમામને લેખિત પરીક્ષા માટેની તાલીમ પણ ત્રણથી ચાર કલાક સુદી વિવિધ તાસ મુજબ જનરલ નોલેજ, ગુજરાતી વ્યાકરણ, ઇતિહાસ, ભુગોળ પોલીસ ખાતાની પ્રાથમિક કલમો વિષયક તાલીમ સંસંથાના બ્રાન્ચ મેનેજર આનંદ એશ ગોટી દ્વારા આપવામાં આવી રહી છે. સારીરીક તાલીમમાં લાંબીકુદ, દોડને પ્રાધાન્યતા મોટા પાયે અપાઇ રહી છે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા 8500ની સંખ્યામાં પોલીસની ભરતી કરાશે

ડભોઇ કોલેજ ખાતે પોલીસમાં ભરતી થવા માગતાં યુવક-યુવતીઓને ની:શુલ્ક તાલીમ આપવામાં આવી હતી.