• Gujarati News
  • ઇમારતોની છત સોલાર પ્લાન્ટ માટે ભાડે અપાશે

ઇમારતોની છત સોલાર પ્લાન્ટ માટે ભાડે અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામહાનગર સેવાસદનની વિવિધ ઇમારતોની છત સૌરઊર્જા ઉત્પાદનના પ્લાન્ટ લગાવવા પાંચ વર્ષના ભાડા કરારથી આપી તે પેટે રૂા.9,49 લાખની આવક ઊભી કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિમાં રજૂ કરી છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌર ઊર્જામાંથી વીજળી ઉત્પાદનના હેતુથી ગુજરાત રૂફટોપ સોલાર પ્રોગ્રામ અમલમાં છે. જે અંતર્ગત રાજ્ય સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશન લિ. દ્વારા કિલોવોટ ક્ષમતાના સોલર રૂફટોપ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે માધવ સોલાર પ્રા.લિ.ની રૂા.2 પ્રતિ યુનિટના લેખે વળતર આપવા માટે નિમણૂક કરાઇ છે. કંપની દ્વારા હાલ શહેરમાં 5 મે.વો. વીજળી ઉત્પાદનની કામગીરી અમલમાં છે.

સૌર ઊર્જા ઉત્પાદન હેતુ માધવ સોલાર પ્રા.લિ.કંપનીએ વડોદરા મહાનગર સેવાસદનની માલિકીનાં વિવિધ સંકુલો-ઇમારતોની છત પર સોલાર પ્લાન્ટની કામગીરી માટે સંમતિ દર્શાવી કામગીરી માટે સીધી ઓફર રજૂ કરી છે. સેવાસદનની ઇમારતોની છત પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી તેમાંથી ઉત્પન્ન થનારી વીજળી એમ.જી.વી.સી.એલ.ને વેચાણ કરાશે. જેના વળતર પેટે ઇજારદાર દ્વારા સેવાસદનને પ્રતિયુનિટ રૂા.2 આપવાની સંંમતિ દર્શાવવામાં આવી છે.

વડોદરા મહાનગર સેવાસદનની વિવિધ ઇમારતો તેમજ સંકુલોની છત ઉપર સોલાર પાવર પ્લાન્ટ પાંચ વર્ષના ભાડા કરારથી નાખવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થશે તો કુલ- 306.26 કિલોવોટ સાથે અંદાજે 4,74,703 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જેના દ્વારા વડોદરા સેવાસદનને વળતર પેટે વાર્ષિક રૂા.9,49,406ની આવક થવાનો અંદાજ છે.

કયા સંકુલ ખાતે સોલાર પાવર પ્લાન્ટ લગાવાશે

સંકુલનુંનામ એરિયા અંદાજિત અંદાજે

(ચો.ફૂટ) યુનિટ વાર્ષિક

જનરેશન વળતર

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 9393.896,100 ~1,92,200

માંજલપુરસ્પોર્ટ્સ કોમ્પ. 9923.081,77,103 ~3,54,206

માંજલપુરકોમ્પ.પાર્કિંગ 8909.2689,900 ~1,79,800

ખંડેરાવમાર્કેટ 14,9191,11,600 ~2,23,200