• Gujarati News
  • મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 28મીથી એટીકેટીની પરીક્ષા

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 28મીથી એટીકેટીની પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા. 28ના રોજથી એફ.વાય.બી કોમથી લઇને એમ.કોમ-પ્રિવિયસ (સેમેસ્ટર-2)ની એટીકેટીનાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

મ.સ. યુિનવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તાજેતરમાં ઇન્ટર્નલની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશનના પ્રારંભ વચ્ચે 28મીથી એફ.વાય.બી કોમથી એમ.કોમ-પ્રિવિયસ-સેમેસ્ટર-2ની એટીકેટીની પરીક્ષાનો પ્રારંભ થશે. તો બીજી બાજુ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ 28મીથી શરૂ થતી એટીકેટીની પરીક્ષા આપનારાં 3500 વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઇટ પર જઇને પોતાની પ્રોફાઇલમાંથી હોલ ટિકિટ મેળવી લઇને તેને પરીક્ષા વખતે અચૂક લઇને આવવાની સૂચના આપી છે. 28મી શરૂ થતી પરીક્ષા અંગે એફ.વાય.બી કોમ-સેમેસ્ટર-2 (સીબીસીએસ) જનરલ એજ્યુકેશન, યુનિટ બિલ્ડિંગ ખાતેથી પરીક્ષા આપવાની રહેશે. રીતે એફ.વાય.બી કોમ (સેમેસ્ટર-2)ની દીપ બિલ્ડિંગ-પીજીયુનિટ, ટી.વાય.બી કોમની એન્યુઅલ પદ્ધતિ તેમજ સેમેસ્ટર-6ની પરીક્ષા, ગર્લ્સ કોલેજ, નિઝામપુરા ખાતેથી લેવાશે. એમ.કોમ પ્રિવિયસ (સેમેસ્ટર-2)ની પરીક્ષા દીપ બિલ્ડિંગ, પીજી યુનિટ ખાતે યોજાશે.