• Gujarati News
  • દારૂ વેચતો ખેપિયો ઝડપાયો

દારૂ વેચતો ખેપિયો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસીબીક્રાઇમને બાતમી મળી હતી કે, આણંદથી વડોદરામાં વિદેશી દારૂ લઈ જતી વેગનઆર ગોત્રી રોડ યશ કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થવાની છે. જેથી ડીસીબી ક્રાઇમે વોચ ગોઠવી રવિવારે રાત્રે પોણા અગિયાર કલાકે વેગનઆર પસાર થતાં ચેકિંગ હાથ ધર્યું હતું.કારમાંથી ~1.72 લાખની કિંમતની 408 નંગ વિદેશી દારૂની બોટલો મળી હતી. પોલીસે ચાલકની પૂછપરછ કરતાં તેણે તેનું નામ સુનીલ સુરેશ આભાડે (દાંડિયાબજાર) હોવાનું જણાવ્યું હતું. દારૂ આણંદના પેટલાદમાં રહેતા રાકેશ મારવાડી અને દિલીપ મારવાડીને ત્યાંથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કુલ ~3.29 લાખનો મુદૃામાલ કબજે લીધો હતો.