કોમર્સની કેન્ટીન શરૂ કરવા માગ
વડોદરા |એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલી કેન્ટીનને પુન: શરૂ કરવા માટે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ સહી ઝુંબેશ સાથે ફેકલ્ટીના ડીન પ્રો. શરદ બંસલને આવેદનપત્ર આપીને વહેલી તકે શરૂ કરવાની માંગ કરી હતી. કોમર્સ ફેકલ્ટીની કેન્ટીન છેલ્લા ચાર મહિનાથી બંધ છે. જેથી વિદ્યાર્થીઓને અન્ય ફેકલ્ટીની કેન્ટીનમાં જવું પડે છે.