• Gujarati News
  • ગરમીના પ્રકોપથી રોજ 30 લોકોે હિટ સ્ટ્રોકનો િશકાર

ગરમીના પ્રકોપથી રોજ 30 લોકોે હિટ સ્ટ્રોકનો િશકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 15 દિવસથી ગરમીનું આક્રમણ શરૂ થતાં નાગરિકોની હાલત કફોડી બની છે. ગુરુવારે ગરમીનો પારો 38.8 ડિગ્રી થયો હતો. દરમિયાન ગરમીનો પ્રકોપ અસહ્ય બનવાથી ગત તા.21 માર્ચથી તા.8 એપ્રિલ સુધીમાં શહેર-જિલ્લાની 542 વ્યક્તિઓને હિટ સ્ટ્રોકની અસર થતાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર આપવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં ગરમીનો પારો 36.2 ડિગ્રીથી વધીનો 38.8 ડિગ્રી થયો છે. હવામાન વિભાગે શુક્રવારે ગરમીનો પારો 39 ડિગ્રી શનિવારે 40 ડિગ્રી રહેવાની આગાહી કરી હોઇ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ આકરો બને તેવા એંધાણ છે.

...અનુસંધાનપાના નં.10



ગતતા.21 માર્ચથી શહેરમાં ગરમીનું આક્રમણ શરૂ થયું હતું. એટલું નહીં તા.25 માર્ચે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતાં નાગરિકોની હાલત દયનીય બની હતી. લાગલગાટ એક અઠવાડિયા સુધી ગરમીના આક્રમક તેવર રહેતાં હીટ સ્ટ્રોકના બનાવો બન્યા હતા. ચક્કર આવવા, ઝાડા-ઊલટી થવાં, પેટમાં દુ:ખાવો થવો, શરીરમાંથી પાણી ઓછું થવું વગેરે હીટસ્ટ્રોકનાં મુખ્ય લક્ષણો છે. જો સારવાર આપવામાં વિલંબ થાય તો સનસ્ટ્રોકના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

આકાશમાંથી થઇ રહેલી અગ્નિવર્ષાને કારણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યાં હોય તેવી ગરમીનો અહેસાસ શહેરનાં નાગરિકો કરી રહ્યાં છે. જેના કારણે અત્યારથી પ્રતિદિન 30 દર્દીઓ હીટસ્ટ્રોકનો ભોગ બની રહી છે. માર્ચ-એપ્રિલમાં મહત્તમ 42 ડિગ્રી ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા 542 થઇ હોઇ એપ્રિલના બાકી રહેલા દિવસો તેમજ મે મહિનાની કાળઝાળ ગરમીમાં અાંકડો વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં મે માસમાં ૧૦૮ ઇમર્જન્સી સેવાને હીટ સ્ટ્રોકને લગતા 834 કોલ મળ્યા હતા. તમામ દર્દીઓને એમ્બ્યુલન્સની મદદથી શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

}શું કરવું?

બનેત્યાં સુધી તડકામાં બહાર નીકળવું.

ભારે ખોરાક ખાઇને તડકામાં નીકળવું.

ઠંડકમાંથી એકદમ તડકામાં જવાનું ટાળવુ જોઇએ.

}શું કરવું?

જોબહાર નીકળવું પડે તો મોઢા પર રૂમાલ અને માથા પર રૂમાલ બાંધવો. સુતરાઉ અને આખી બાંયનાં કપડાં પહેરવાં.

લૂ લાગવાનાં ચિહ્નો દેખાય તો ઠંડા વાતાવરણમાં રહેવું.

ઝાડા-ઊલટીના કેસમાં દર્દીને લીંબુપાણીમાં ખાંડ અને મીઠું નાખીને પીવડાવવું જોઈએ. તેમજ ઓઆરએસનું પ્રવાહી આપવું જોઈએ.

કેસની વિગત 21 માર્ચથી 8 એપ્રિલ સુધી

પેટમાં દુ:ખાવો

88

બ્લડપ્રેશર અને હાઇ.ટેન્શન

37

છાતીમાંદુ:ખાવો

49

ચક્કરનાબનાવો

142

ડિહાઇડ્રેશન

15

રસ્તાપર બેભાન થવાના

156

વોમિટિંગ

48

^ હીટસ્ટ્રોક પાછળ ખોરાક, પહેરવેશ અને રહેણી કરણી જવાબદાર છે. બપોરે 4થી 5 કલાક બહાર નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં અને વિટામિન સી આપતાં ફળનો ઉપયોગ વધારવો. > ડો.અતુલશાહ, પ્રમુખ,ઇન્ડિયન મેડિકલ એસો., વડોદરા

}શરીરમાં પાણી ઘટવું જોઇએ