• Gujarati News
  • SP હોલમાં ઇલેક્ટ્રિશિયનના અભાવે કામો અટકતાં રજૂઆત

SP હોલમાં ઇલેક્ટ્રિશિયનના અભાવે કામો અટકતાં રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિ.નાએસ.પી.હોલમાં ઇલેકટ્રીશીયનના અભાવે છેલ્લા કેટલાય મહિનાથી વિદ્યાર્થીઓને હોલમાં લાઇટ સહિત અન્ય ઇલેક્ટ્રીકના કામો અટકયાં હોવાની વિગતો બહાર આવી છે. ઇલેક્ટ્રીશીયનની સતત ગેરહાજરીના અભાવે છેલ્લા કેટલાય સમયથી હોલના પરિસરમાં લાઇટો નથી અને તેમજ વિદ્યાર્થીઓને અંધારામાં અવર-જવર કરવી પડે છે. ઇલેકટ્રીશીયનના અભાવે વિદ્યાર્થીઓ પોતાના રૂમમાં અન્ય ઇલેક્ટ્રોનીકસના સાધનો વાપરી શકતાં નથી. ઉપરાંત એસ.પી.હોલમાં ફૂલ ટાઇમ સ્વીપર હોવા છતાં પણ તે સ્વીપર પોતે ફરજ બજાવવાને બદલે અન્ય સ્વીપરને રૂપિયા 50 આપીને કોન્ટ્રાકટ પર કામ કરાવી રહ્યો હોવાથી તેને તાત્કાલિક અસરથી દૂર કરવાની પણ વિદ્યાર્થીઓએ આજે ચીફ વોર્ડનને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.