• Gujarati News
  • કારેલીબાગમાં બંધ મકાનમાંથી ~3.07 લાખની મતા ચોરી ગયા

કારેલીબાગમાં બંધ મકાનમાંથી ~3.07 લાખની મતા ચોરી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગખાતેના એક મકાનમાં રહેતાં સભ્યો મકાન બંધ કરી વિદેશમાં ગાયકીના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે તેમના ઘરમાં ચોર ત્રાટક્યા હતા. ચોરોએ તેમના ઘરેથી ઈલેક્ટ્રોનીક્સનો સામાન ઉપરાંત કપડા અને સોનાચાંદીની ચીજો મળી કુલ ~3,07,000ની મત્તા ચોરી લીધી હતી. બનાવને પગલે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કારેલીબાગના આર્યકન્યા વિદ્યાલય પાસેના પુષ્પક એવેન્યુમાં રહેતાં જીનલબેન રણપતભાઈ શ્રીમાળી અને તેમના પતિ ગાયકીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ વિદેશમાં ગાયકીના કાર્યક્રમ માટે ગયા હતા. દરમ્યાન તેમના નીચેના માળે રહેતાં તેમના પડોશીએ કારેલીબાગના હાથીખાના ખાતે રહેતી તેમની બહેનને જાણ કરી હતી કે તમારા ભાઈના ઘરનું તાળુ તુટેલું છે. જેને સંદર્ભે તેમણે તુરંત ઘરે પહોંચી જોતાં મકાનમાં ચોરી થયાનું જણાયું હતું. તેમણે તપાસતાં ચોર ઘરના દરવાજાનું તાળુ નકુચા સાથે તોડી દઈ ઘરમાંથી રોકડ ~10 હજાર ઉપરાંત કપડા અને ઈલેક્ટ્રોનીક વસ્તુઓ મળી કુલ ~3,07,000ની મત્તા સાફ કરી ગયા હતા. બનાવ સંદર્ભે તેમમે તુરંત પોલીસને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરતાં તેમની ફરિયાદ નોંધી હતી.

પોલીસે બનાવ સ્થળે ચોરી કરનારાઓને શોધી શકાય તે માટે મળતાં ક્લુની શોધખોળ કરી હતી. અત્રે ઉલ્લેખિનય છે કે દિવાળીના તહેવારોમાં પણ તસ્કરો બંધ મકાનોને િનશાન બનાવી રહ્યા છે.

શહેરના કારેલીબાગ િવસ્તારમાં આવેલ પુષ્પક એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી તસ્કરો સોમવારે 3.07 લાખથી વધુની મતાની સાફ કરી ગયા હતા.