• Gujarati News
  • બગલામુખી માતાના પ્રાગટયદિને શોભાયાત્રા

બગલામુખી માતાના પ્રાગટયદિને શોભાયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા હરણી-વારસિયારિંગ રોડ ખાતે આવેલ બગલામુખી બ્રહ્માસ્ત્ર સિદ્ધપીઠ, મંદિરમાં મંગળવારે ધનતેરસના દિને વર્ષ પરંપરાગત બપોરે 2.00 કલાકે સદગુરુ કેશવજી સાહિબનું પાદૂકા પૂજન, ગુરુ પૂજન, અભિષેક, શ્રીયંત્ર અને લક્ષ્મીપૂજન, છપ્પનભોગ અને સહસ્ત્રદિપ આરતી કરાશે. તથા અલૌકીક આહુતિઓથી મહાલક્ષ્મી હવન કરાશે. ત્યારબાદ સાંજે 5.00 કલાકે મંદિરના મહંત પૂ.પ્રશાંતજી સાહિબનો જન્મોત્સવ તેમજ બગલામુખી પ્રાગટ્ય દિન નિમિત્તે સદગુરુ પ્રશાંતજી સાહિબ અને બગલામુખી બ્રહ્માસ્ત્ર દેવીની ભવ્ય શોભાયાત્રા આરંભ થશે.