• Gujarati News
  • 200 લીટર પાણીમાં 20 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર,

200 લીટર પાણીમાં 20 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
200 લીટર પાણીમાં 20 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 2 િકલો ગોળ, 2 લિટર છાશ, 2 િકલો કઠોળનો લોટ, 1 કિલો વડ નીચેની અનડિસ્ટર્બડ માટી તથા 1 િકલો વનવૃદ્ધિ પ્રોડ્કટનું મિક્સ કરીને તેને દિવસ સુધી મૂકાય છે. પછી પાતળા કપડા વડે તેને ગાળીને એક એકરમાં તેનો ઉપયોગ કરી શકાય છે. એક અત્યંત અસરકારક પદ્ધતિ છે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું.

શ્રેષ્ઠ પરિણામો મળે છે

આટેકનોલોજીનો ઉપયોગ કરી જે પેદાશ મળે છે તે ગુણવત્તાયુક્ત હોય છે. તેથી ખેડૂતો શ્રેષ્ઠ પરિણામો મેળવી શક્યા છે. જો કે, તે માટે સમયસર અને પદ્ધિતસર ઉપયોગ કરવો જોઇએ. વિજયજોશી, જનરલમેનેજર, પ્રો-જી એગ્રો

WORKSHOP

ઇન્ટિગ્રેટેડ બાયો ન્યૂટ્રિયન્ટ મેનેજમેન્ટ ટેકનોલોજી વિશે વર્કશોપ યોજાયો.

ફાર્મર્સે જાણી સોઈલ ફર્ટિલિટી ટેકનિક

સિટી રિપોર્ટર :વડોદરા

જમીનનીફળદ્રુપતા ટકાવીને તેને કેવી રીતે વધારવી તે માટેનો એક માર્ગદર્શક વર્કશોપ મંજુસર જીઆઇડીસીના પ્રો-જી એગ્રો ખાતે યોજાયો હતો. જેમાં સ્વાંત સુખાય પ્રોજેક્ટ-2010 અંતર્ગત ઇન્ટિગ્રેટેડ બાયો ન્યૂટ્રિયન્ટ મેનેજમેન્ટ ટેકનોલોજી વિશે એવોર્ડ વિનર ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. પ્રસંગે બેંક ઓફ મહારાષ્ટ્રના સીએમડી મ્હનોટ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રો-જી એગ્રોના જનરલ મેનેજર વિજય જોશીએ જણાવ્યું કે, ‘આ ટેકિનકમાં અોર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન અપાય છે. ટેકનોલોજીમાંના મોટાભાગના તત્ત્વો સામાન્યત: સહેલાઇથી મળી આવતી વસ્તુઓમાંથી તૈયાર થાય છે. તેના વિશે ખેડૂતો વધુ જાણે અને ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.’

માઇક્રો ન્યૂટ્રિયન્ટ બનાવવાની રીત