• Gujarati News
  • આજે ઇન્ટરનલ ઓડિટ વિશે સીએ હેમંત ભટ્ટનું ગાઇડન્સ લેક્ચર યોજાશે.

આજે ઇન્ટરનલ ઓડિટ વિશે સીએ હેમંત ભટ્ટનું ગાઇડન્સ લેક્ચર યોજાશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ઇન્ટરનલ ઓડિટ વિશે સીએ હેમંત ભટ્ટનું ગાઇડન્સ લેક્ચર યોજાશે. ઉપરાંત ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક રિસ્ક મેનેજમેન્ટ વિશેનું પેનલ ડિસ્કશન પણ યોજાશે. જેમાં સીએ ફિલ્ડના પાંચ એક્સપર્ટ્સ ભાગ લેશે. જેમાં સીએ અનિલ જાંબેકર, સીએ ચિરાગ દોશી રામ ગિયાની ભાગ લેશે. જ્યારે એસએમઇના અોડિટ વિશે ઇન્ટરનલ ઓડિટ સ્ટાન્ડર્ડ બોર્ડના ચેરમેન સીએસ નંદા પણ લેકચર આપશે.

આજની ઈવેન્ટ્સનું શિડ્યુઅલ

SEMINAR

ICAI દ્વારા ઇન્ટરનલ અોડિટ વિશે બે દિવસીય ગાઇડન્સ સેમિનારનો પ્રારંભ થયો હતો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ઇન્ટરનલ

ઓડિટ વિશે ગાઇડન્સ મેળવ્યું

સિટી રિપોર્ટર :વડોદરા

શનિવારથીઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની બરોડા બ્રાન્ચ દ્વારા આઇસીએઆઇ ભવન ખાતે ઇન્ટરનલ અોડિટ વિશે બે દિવસીય ગાઇડન્સ સેમિનારનો પ્રારંભ થયો હતો. સેમિનારનો વિષય ઇન્ટરનલ ઓડિટ- ચેન્જિંગ પેરાડિમ શિફ્ટ છે. જેમાં મુંબઇના સીએ મિતેશ કારિયાએ ઓડિટ એન્ડ ઓપોર્ચ્યુનિટી અને સીએ હાર્દિક ચોક્સીએ ઇન્ટરનલ ઓડિટર ટુલ્સ એન્ડ ટેક્નિકલ ફ્રોડ એનાલિસિસ વિશે લેક્ચર્સ આપ્યાં.

સીએ હાર્દિક ચોક્સીએ જણાવ્યું કે, ‘ઇન્ટરનલ ઓડિટ માટે ટેકનોલોજી ખૂબ મહત્વની બની છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે વધુ સાવધ રહેવાની જરૂર છે. બિઝનેસ રિસ્કબેઝ ઓડિટિંગ અને એનાલિસીસ ખાસ કરવું જોઇએ. કારણ કે, સીએના રિપોર્ટકાર્ડના આધારે લોકો કંપનીની વિશ્વસ્નીયતા અંગેના નિર્ણયો લેતા હોય છે. કંપનીઓનો પણ સીએ પર વિશ્વાસ રહે તેવો માહોલ સીએએ સર્જવો.’ સીએ મિતેશ કારિયાએ જણાવ્યું કે કંપનીઝ એક્ટની સેકશન -138 મુજબ અમુક ટર્નઓવર ધરાવતી પ્રાઇવેટ કંપનીઓ માટે ઓડિટ ફરજિયાત કર્યું હોવાથી નવા પ્રોફેશનલ્સ માટે તકો ઉઘડી છે.