• Gujarati News
  • સરૂ | પ્લાન્ટનેવડોદરામાં લાવવાની ક્રેડિટ મહેશ ઉત્તેકરને જાય છે. પ્લાન્ટ

સરૂ | પ્લાન્ટનેવડોદરામાં લાવવાની ક્રેડિટ મહેશ ઉત્તેકરને જાય છે. પ્લાન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરૂ | પ્લાન્ટનેવડોદરામાં લાવવાની ક્રેડિટ મહેશ ઉત્તેકરને જાય છે. પ્લાન્ટ લાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. આજે પ્લાન્ટ સિટીમાં ઘણાં લોકો પાસે છે.

કેન્ડલ ટ્રી | પ્લાન્ટપણ શહેરમાં હાલમાં નવું છે. જે મીણબત્તી જેવું દેખાય છે અને તેને યલ્લો લિવ્સ હોય છે અને ફ્રુટ્સ પણ આવે છે. યલો કલરને કારણે તે વધુ આકર્ષક લાગે છે.

કાસકેડ | બોનસાઇનીસેકન્ડ હાઇએસ્ટ સ્પીસિસ તરીકે જુનિપર પ્લાન્ટ ફેમસ છે, વાતાવરણની વિષમતાના કારણે તેને ઉછેરવું મુશ્કેલ છે.

ચીકું | બોનસાઇમાંમોટા ભાગના લોકો માટે ફ્રુટ્સ પ્લાન્ટ વધુ રસનો વિષય હોય છે અને લોકોને આકર્ષે છે. પ્રથમ ફ્રુટ પ્લાન્ટ તરીકે ચીકુને વિકસાવ્યું હતું.

વધુ લોકો સુધી પહોંચાડવું છે

આઆર્ટને મારા પૂરતી સીમિત રાખીને લોકો સુધી પહોંચાડું છું.ક્લબ સિવાય પણ લોકોને પર્સનલી શીખવાડું છું. મહેશઉત્તેકર

મહેશ ઉત્તેકર, એજ : 42

એજયુકેશન: બીકોમ

હોબી: બોનસાઇ,કોઇન કલેકશન

કલેક્શનના વિશેષ પ્લાન્ટ્સ

GREEN ART

જય મિશ્રા :વડોદરા

બનિયનબોનસાઇ ક્લબના પાયાના સભ્ય અને બોનસાઇ સંગ્રાહક મહેશ ઉત્તેકર પાસે બોનસાઇના કવોલિટી પ્લાન્ટ્સ છે. તાજેતરમાં સિટીમાં બનિયન બોનસાઇ ક્લબનું 9મું વાર્ષિક એક્ઝિબિશન યોજાયું હતું ત્યારે જાણીએ તેમના કલેકશન વિશે...

તેઓ કહે છે કે, ‘નાનપણમાં દુરદર્શન પર ડોકયુમેન્ટરીથી બોનસાઇનો શોખ જાગ્યો હતો. પરંતુ બોનસાઇ સાથેનું જોડાણ 1996માં થયું. એમએસયુના શોર્ટ ટર્મ બોનસાઇ કોર્સમાં એડમિશન મેળવ્યું. મુંબઇ અને સિટીના કેટલાક એક્સપર્ટસ પાસેથી શક્ય હોય તેટલું નોલેજ મેળવ્યું. મેગેઝિનના માધ્યમથી અને પોતાના પ્રયાસોથી બોનસાઇના પ્લાન્ટ્સને વિકસાવવાના શરૂ કર્યા. દેશના અને વિદેશના બોનસાઇ માસ્ટર્સ પાસેથી માર્ગદર્શન મેળવીને બોનસાઇનો ઉછેર કરતા ગયા.’ મહેશ ઉત્તેકરના કલેકશનમાં 100 કવોલિટી પ્લાન્ટ્સ છે, જેમાં કેટલાક રૅર પણ છે. પ્લાન્ટ્સમાં ફ્લાવરિંગ, ફ્રુટ અને અધર્સનો સમાવેશ થાય છે.

મહેશ ઉત્તેકરે બોનસાઈ કલા બીજા સુધી પણ પહોંચાડી

સિટીના બોનસાઇ પ્રેમી અને બનિયન બોનસાઇ ક્લબના પાયાના સભ્ય મહેશ ઉત્તેકર પાસે બોનસાઇનો અમૂલ્ય સંગ્રહ છે.

COLLECTION & PASSION