• Gujarati News
  • ઈલોરાપાર્કના મકાનમાં બેડરૂમની ગ્રીલ કાઢી ચોરી

ઈલોરાપાર્કના મકાનમાં બેડરૂમની ગ્રીલ કાઢી ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈલોરાપાર્કના મકાનમાં બેડરૂમની ગ્રીલ કાઢી ચોરી

વડોદરા. ઈલોરાપાર્કનીસીટીઝન સોસાયટીમાં રહેતા મનોજ હિંમત ગાંધી શુક્રવારે તેઓ પરિવાર સાથે બેડરૂમમાં સૂતા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ બેડરૂમની બારીની ગ્રીલ તોડી મનોજભાઈના અને તેમના પત્નીના પર્સમાંથી રોકડા ~5,800ની ચોરી કરી હતી. સવારે સાડા પાંચ કલાકે મનોજભાઈ ઉઠ્યા હતા ત્યારે તેમણે ઘરમાંનો સામાન અસ્તવ્યસ્ત જોયો હતો. તેમણે ઘરમાં તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. અંગે મનોજ ગાંધીએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.