• Gujarati News
  • { ઔદ્યોગિક અદાલતમાંથી સ્ટે મેળવ્યો છે : જામદાર

{ ઔદ્યોગિક અદાલતમાંથી સ્ટે મેળવ્યો છે : જામદાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ઔદ્યોગિક અદાલતમાંથી સ્ટે મેળવ્યો છે : જામદારવડોદરાઇન્કમટેક્સ વિભાગે અંબાલાલ સારાભાઇ એન્ટરપ્રાઇઝની કંપનીની 1 લાખ ચોરસ મીટર જમીનને એટેચ કરવાની કરેલી કાર્યવાહી સામે સારાભાઇ કામદાર જનરલ યુનિયને ઇન્કમટેક્સ વિભાગને કામદારોના લેણાં વસૂલવાનો બાકી હોઇ તેમજ અત્રેની ઔદ્યોગિક અદાલતમાં કેસ કરીને સ્ટે મેળવ્યો હોવાના ડોક્યુમેન્ટ સાથે વાંધા અરજી કરી છે.

વડોદરા ઇન્કમટેક્સ વિભાગે કરેલા સર્વે બાદ ઇન્કમટેકસ વિભાગે કાર્તિકેય સારાભાઇની 1 લાખ ચોરસ મીટરની જમીન એટેચ કરવાની કાર્યવાહી હાથ ધરીને કંપનીના 3 વાહનોને જપ્ત કર્યા હતા. જમીનને એટેચ કરવાની સાથે ઇન્કમટેકસ વિભાગે અંબાલાલ સારાભાઇ એન્ટરપ્રાઇઝના ચેરમેન કાર્તિકેય સારાભાઇને નોટીસ પાઠવીને હાજર થવા ફરમાન કર્યું હતું. ઔદ્યોગિક અદાલતમાંથી મેળવેલા મનાઇ હુકમની સાથે કામદાર જનરલ યુનિયને ઇન્કમટેકસની કાર્યવાહી સામે વાંધો નોંધાવીને પોતાનો પક્ષ સાંભળવાની માંગ કરી છે.

ઈન્કમટેક્સ વસૂલવા સારાભાઇની જમીનોને એટેચ કરવા સામે વિરોધ

જમીનોના વેચાણ પેટે આવતી રકમમાંથી એક તૃતીયાંશ ભાગ એટલે કે રકમના ત્રણ ભાગ કરીને તમાંથી ઇન્કમટેક્સના લેણાં ચૂકવણાં પાછળ વપરાશે. > કાર્તિકેયસારાભાઇ, ચેરમેન,ASE

ત્રણ ભાગોમાં લેણાં ચૂકવાશે

કાર્યવાહી સામે પાઠવેલી નોટીસ સામે કાર્તિકેય સારાભાઇએ વિભાગ સમક્ષ ઉપસ્થિત થઇને એક અઠવાડીયાનો સમય માંગ્યો છે. તેમાં તેઓ રકમની ચૂકવી અંગે પ્રપોઝલ સોંપવાના છે. > ઇન્કમટેક્સકમિશનર, વડોદરા

કાર્તિકેય પ્રપોઝલ રજૂ કરશે

ઇન્કમટેક્સ વિભાગના કમિશનર થી લઇને હાઇકોર્ટમાં અરજી કરીને રણોલી ખાતેની અન્ય જમીનો અને કંપનીના માલિકોની જમીનો એટેચ કરવાની વિનંતી કરી છે. > હરીશજામદાર, પ્રમુખ,કામદાર જનરલ યુનિયન

હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે