• Gujarati News
  • પોઈચા પાસેથી ~ 2.17 લાખનો દારૂ જપ્ત : 3 બૂટલેગરો ફરાર

પોઈચા પાસેથી ~ 2.17 લાખનો દારૂ જપ્ત : 3 બૂટલેગરો ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાટાઉન પોલીસે આજે પોઈચા ગામ પાસેથી ઈનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ લઇ જવાતો ઝડપી પાડ્યો હતો. પોલીસે ~ 2.17 લાખનો દારૂ અને ~5 લાખની કાર સાથે કુલ ~ 7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસને જોઈ ડ્રાઇવર સહીત ત્રણ બૂટલેગરો ફરાર થઇ ગયા હતા.

વડોદરાના કેટલાક બુટલેગરો દમણ તરફથી એક ઈનોવા કારમાં વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હોવાની જિલ્લા નાયબ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે ટાઉન પી.આઈ એ.વી.કાટકડ તથા ડી.સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાજપીપળા થઈને પોઈચા તરફ શંકાસ્પદ હાલતમાં જતી ઈનોવા કારનો પોલીસે પીછો કર્યો હતો.કારને પોઈચા પાસે ઝડપી પાડવામાં આવી હતી. રાજપીપળા ટાઉન પોલીસે ઈનોવા કારમાં તપાસ કરતા બીયર ~ 1,91,800, હોલ ~ 2,500 કુલ કીમત ~ 2.17 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો આણંદના આરીફમીયા મલેક તથા વડોદરાના ચાલક તૌફીક ગુલામ હુસેન મલેક હોવાનું બહાર આવ્યું છે.

કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરાયો.