• Gujarati News
  • સેગવા ચોકડી પાસે બે કાર ભટકાતાં 2ને ઇજા

સેગવા ચોકડી પાસે બે કાર ભટકાતાં 2ને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િશનોરતાલુકાના સેગવા ચોકડી પર ગઇરાત્રે બે મોટરકાર વચ્ચે જોરથી ટકરાતા બે મોટરકાર પૈકી એક સ્વીફ્ટ કારને ભારે નુકસાન પહોચ્યું હતું. ચાલક તથા સાથે બેસેલ મુસાફરને ભારે ઇજા થતાં બંનેને ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે. જ્યાં તેમની હાલત સુધારા પર છે.

ગઇકાલે રાત્રે સુરાસામળના મંગલખાં ફકીરખાં રાઠોડ તથા શિનોરના નાગરવાડામાં રહેતાં ઉમેશચંદ્ર નરેન્દ્રભાઇ જોષી વડોદરા મુકામેથી પોતાનું કામ પતાવી પરત ફરતાં હતાં ત્યારે સાધલી તરપથી રાજપીપળા તરકફ જતી સ્કોવોડા કાર આવતી હતી. સેગવા ચોકડી પરથી સ્વીફ્ટ કાર સ્કોવોડા સાથે ટકરાઇ હતી. જેનાથી સ્વીફ્ટ સાથે અથડાઇ હતી. જેમાં ચાલક મંગલખાં રાઠોડ તથા ઉમેશ જોષીને ભારે ઇજા થઇ હતી. તેઓને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસિપ્ટલમાં દાખલ કરાયા હતાં. જેમાં તેઓના પગે ફેક્ચર થયું હતું. અંગે શિનોર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.