• Gujarati News
  • કમિટીના 2 સભ્ય હાજર રહેતાં તપાસ અટકી

કમિટીના 2 સભ્ય હાજર રહેતાં તપાસ અટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુિન.નીઆર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા અધ્યાપિકાની સતામણીના મુદ્દે તપાસ કરી રહેલી વિમેન ગ્રીવન્સ સેલની ચાર સભ્યોની તપાસ કમિટીની બેઠકમાં આજે ચાર પૈકી બે સભ્યો ગેરહાજર રહેતાં બેઠક મોકૂફ રાખવાની ફરજ પડતાં ત્રણ અધ્યાપકોનાં નિવેદનો લેવાની કાર્યવાહી ખોરંભે પડી હતી.

આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા અધ્યાપિકાની સતામણીની લેખિત ફરિયાદ બાદ વીસી પ્રો.યોગેશ સિંઘે દ્વારા વિમેન ગ્રીવન્સ સેલને તપાસ સોંપી હતી. વિમેન ગ્રીવન્સ સેલનાં ડાયરેક્ટર ડૉ. ઉમા ઐય્યરની અધ્યક્ષતામાં ચાર સભ્યોની તપાસ કમિટી નિમાઇ હતી. તપાસ કમિટીએ ગત અઠવાડિયે મહિલા અધ્યાપિકા તથા તેમની સાથે ફરજ બજાવતી અન્ય બે અધ્યાપિકા તેમજ આરોપી ડૉ. ઓ.પી.યાદવને સુનાવણી માટે બોલાવીને તેમનું નિવેદન નોંધ્યું હતું. તે પછી આર્ટ્સ ફેકલ્ટીના ડીન તેમજ અન્ય બે અધ્યાપકોનાં નિવેદનો નોંધ્યાં હતાં. તમામનાં નિવેદન નોંધ્યા બાદ કમિટી આજથી પુન: સુનાવણી હાથ ધરીને ફેકલ્ટીનાં ત્રણ અધ્યાપકોને નિવેદન માટે બોલાવ્યાં હતાં. જોકે ત્રણ અધ્યાપકો નિવેદન નોંધાવવા માટે આવે તે પહેલાં 4 સભ્યોની તપાસ કમિટીમાં બે સભ્યો હાજર રહેતાં કોરમના અભાવે બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી. પરિણામે આજે વધુ અધ્યાપકોની સુનાવણી થઇ શકી નહોતી અને તપાસ ખોરંભે પડી હતી. ડૉ. ઉમા ઐય્યરે જણાવ્યું હતું કે, તપાસ કમિટીનાં બે સભ્યો આજે વ્યકિ્તગત કારણસર આવી શક્યાં નહોતાં.